મૃતક મહાવીર સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધાનું કહી કોન્સ્ટેબલ ભાઇને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ધમકી

રાજકોટના એ-ડિવીઝન પોલીસ મથકના અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં કિરપાલસિંહ ભગવાનસિંહ સિંધવ (ઉ.વ.31)ના મૃત્યુ પામેલા ભાઈને રૂૂા.1.3પ કરોડ વ્યાજે આપ્યાનું કહી તેની પઠ્ઠાણી ઉઘરાણી કરી…

રાજકોટના એ-ડિવીઝન પોલીસ મથકના અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં કિરપાલસિંહ ભગવાનસિંહ સિંધવ (ઉ.વ.31)ના મૃત્યુ પામેલા ભાઈને રૂૂા.1.3પ કરોડ વ્યાજે આપ્યાનું કહી તેની પઠ્ઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ચુડાના ચોકડી ગામના રાજા હરજીભાઈ રાતડિયા અને સુરેન્દ્રનગરના રમેશ કુમરાભાઈ વરૂૂ સામે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં કિરપાલસિંહે જણાવ્યું છે કે તે મેયર બંગલો પાછળ સમ્રાટ એપાર્ટમેન્ટમાં રહે છે. મોટાભાઈ મહાવીરસિંહનું અમદાવાદ ખાતે તેના ફલેટના ચોથા માળેથી નીચે પટકાવાથી ગઈ તા.9 જૂનના રોજ મૃત્યુ નીપજયું હતું. જેની અંતિમક્રિયા વતન ચોકડી ગામે કે જયાં તેના પિતા ખેતી કરે છે ત્યાં રાખી હતી. ગઈ તા.13નાં રોજ બેસણામાં બંને આરોપીઓ ત્રણ અજાણ્યા શખ્સ સાથે આવ્યા હતા.

તે વખતે તેના પિતાને ઘરની બહાર બોલાવી બંને આરોપીઓએ કહ્યું કે તમારા દિકરા મહાવીરસિંહને રૂૂા.1.3પ કરોડ વ્યાજે આપ્યા હતા. જે રકમ લેવાની છે. જેથી તેના પિતાએ પુત્રએ આ બાબતે પોતાને કોઈ વાત નહીં કર્યાની અને ચાર વર્ષથી તેની સાથે સંબંધ નહીં હોવાનું કહેતાં આરોપીઓએ રૂૂપિયા તમારે આપવા જ પડશે તેમ કહ્યું હતું.

ગઈ તા.ર7 જૂનના રોજ બંને આરોપીઓએ તેને કોલ કરી રૂૂપિયા બાબતે મળવાની વાત કરી હતી. તેણે પોતે આ બાબતે અજાણ હોવાનું કહેતાં આરોપીઓએ તું રૂૂપિયા નહીં આપે તો તારો ભાઈ જેમ બિલ્ડિંગમાંથી પડીને મરી ગયો હતો તે જ રીતે તને અને તારા બાપને કોઈ બિલ્ડિંગ ઉપર લઈ જઈ નીચે ફેંકી મારી નાખીશું. આ પછી ગાળો ભાંડી હતી. તેણે પિતા સાથે આ બાબતે વાત કરી કોલ કરશે તેમ કહ્યું હતું.

ગઈ તા.4 જુલાઈના રોજ ફરીથી આરોપીઓએ રૂૂપિયા બાબતે મળવાની વાત કરી હતી. જેથી તેમને પિતાએ આ મેટરમાં કોઈ વાત નહીં કરવાની સલાહ આપ્યાનું કહેતાં બંને આરોપીઓએ સીધી રીતે રૂૂપિયા આપી દેજો, અમારી પાસે રૂૂપિયા કઢાવવાના ઘણાં રસ્તા છે, તું અમને હજુ ઓળખતો નથી, અમારા વિશે ગામમાં કોઈને પૂછી લેજે તેમ કહી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી. જેને કારણે આખરે ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે,અમદાવાદના બોપલમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત નીપજ્યું હતું.મહાવીરસિંહ સિંધવ એક્સ આર્મી મેન હતો અને મુળ સુરેન્દ્રનગરના ચોકડી ગામનો વતની હતો.તેના પર એન્ડપીએસ એક્ટ સુરેન્દ્રનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ધાકધમકી આપવાના કારણે ગુજસીટોક સહિતના ગુના પણ નોંધાયા હતા.કેટલાંક ગુનાઓમાં તે વોન્ટેડ પણ હતો.