Site icon Gujarat Mirror

સિટી બસના જૂના ડ્રાઇવરોને છૂટા કરાતા દેકારો

ડેપો મેનેજર દાદાગીરી કરી પરેશાન કરતા હોવાની મેયરને રજૂઆત

મહાનગરપાલિકાની સીટીબસમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડેપો મેનેજર દ્વારા હેરાનગતિ થતીં હોવાની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ ગઈકાલે અમુક જુના ડ્રાઈવરોને ડેપો મેનેજરે મનમાની કરી કોઈપણ વાંક વગર છુટા કરી દેતા ડ્રાઈવરોમાં દેકારો મચી ગયો હતો. અને ડેપો મેનેજર વિરુદ્ધ અનેક પ્રકારની ફરિયાદો સાથેનું આવેદન મેયરને પાઠવી ઉગ્ર રજૂઆત કરી ડેપો મેનેજર વિરુદ્ધ પગલા લેવાની વિનંતી કરી હતી.

સીટીબસના ડ્રાઈવરોએ આજરોજ મેયરને રજૂઆત કરી જણાવેલ કે, અમો બધા રાજકોટ મહાનગરપાલિકાના સીટીબસના ડ્રાયવર છીએ અને અમો બદા છેલ્લા 1 વર્ષ થવા ફરજ બજાવીએ છીએ છેલ્લા ઘણા સમયથી અમો ડાઈવરોને બીજી બકેલ ડેપો મેનેજર વિક્રમભાઈ ડાંગર અમો ડ્રાઈવરોને માનસીક રીતે હેરાનગતિ ઉભી કરતા હોય ડ્રાઈવરોએ આજે મેયરને ઉગ્ર રજૂઆત કરી હતી.

અમો અંદાજીત 20 ડ્રાઈવરોને કારણવગર સસ્પેન્ડ કરેલ છે અને કંપનીએ કે આરએમસીએ અમોને કોઈ લેખીત હુકમ આપેલ નથી. આમા સર્વીસ કરવા અને 50%ને મળેલ નથી અને જે મળેલ છે તે પણ ધારા ધોરણ વગર ઉચક રકમ જ મળે છે. ડેપો કેન્ટીનમાં ડ્રાઈવરોને ટીફીન કે પાર્સલ માંથી જમવા દેવાની સગવતા આપતા નથી અને ફરજીયાત ડેપો કંપનીમાં રૂપિયા આપી જમવા માટે મજબુર કરે છે. આ કેન્ટીનમાં જમવા અને અમારા ડ્રાઈવર મહેન્દ્રભાઈ જલુએ વિરોધ કરતા ડેપોમાંથી વિક્રમભાઈ ડાંગરે રાત્રે 10:30 વાગ્યે ડેપોમાંથી ધક્કો મારી બહાર કાઢેલ અને ગેરવર્તન કરેલ છે. અને મારામારી કરેલ છે.તો આબાબતેપગલા લેવા નમ્ર અરજ છે.

ઈન્દીરાસર્કલ પાસે જે અકસ્માત પહેલા તેમાં ડ્રાઈવર શીશુપાલસિંહ હિતુભાએ તેમના પરિવારને કાયદાકીય ખર્ચ કંપની ચુકવી આપવાનું વચન આપેલ જેનું વિડીયો રેકોર્ડીંગ અમારી પાસે છે. પરંતુ હજુ સુધી કોઈ આપેલ નથી. ફોન પણ ઉપાડતા નથી. વાયદા કરે છે. આરએમસીમાંથી અરજન્ટ સસ્પેન્ડ કરેલા ડેપોમાંથી ફરજ બજાવે છે અને સારા સારા ડ્રાઈવરોને છુટા કરે છે. ડ્રાઈવરોને નિમણુંક આપતા કોઈ પર પ્રકારનો ઓફર લેટર, જોઈન્ટ લેટર, ક્ધફરમેશન લેટર અને પગાર સ્લીપ ઓનપેપર આપવામાં આવતી નથી અને લેબર લોનું સંપૂર્ણ પણે પાલન થતું નથી.

Exit mobile version