જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના રૂપાવટી ગામે રહેતી ટમુ અરવિંદભાઇ બાવળીયા (ઉ.વ.19) નામની યુવતીએ ગત તા.1ના પોતાની વાળીએ ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સીવીલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ચાર દિવસની સારવારના અંતે હોસ્પીટલના બિછાને તેણીએ દમ તોડી દેતા મોત નિપજયું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી વાંકાનેર પોલીસને જાણ કરી હતી. પ્રાથમીક તપાસમાં ઉપરોકત બે ભાઇ ચાર બહેનમાં વચેટ અને તેના પિતા ખેતીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ટમુને તેના માતા વસંતબેને કામ બાબતે ઠપકો આપ્યો હોય જેનું લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
માતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીનો ઝેર પી આપઘાત
વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે માતાએ કામ બાબતે ઠપકો આપતા 19 વર્ષની દિકરીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઇ જવા પામી…
