રાજકોટમાં ‘સફેદ’ નશાનો ‘કાળો’ કારોબાર, મેફેડ્રોન ડ્રગ્સ સાથે વધુ એક શખ્સ ઝડપાયો

શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શરૂૂ કરાયેલા SAY NO TO DRUGS મિશન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ વધુ…

શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શરૂૂ કરાયેલા SAY NO TO DRUGS મિશન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ વધુ એક દરોડો પાડ્યો છે.રવિવારે એસ.ઓ.જી. શાખાની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી 10.27 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન (MD ડ્રગ્સ) ના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાની સૂચના મુજબ, એસ.ઓ.જી. પી.આઈ. એન.બી. ચૌધરીની રાહબરીમાં પી.એસ.આઈ. એમ.વી. જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને સંયુક્ત બાતમી મળી હતી કે, અગાઉ પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં સંડોવાયેલો વિવેક ઉર્ફે બારોટ દિનેશભાઈ સોનરાત (ઉં.વ. 25, રહે. પુજા પાર્ક, વિનાયક-1 એપાર્ટમેન્ટ, માલીયાસણ, રાજકોટ) કાળા કલરના એક્ટિવા પર એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈને સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જઈ રહ્યો છે. પોલીસે તુરંત વોચ ગોઠવી આરોપીને કોર્ડન કરી દબોચી લીધો હતો.

પોલીસે આરોપીની અંગજડતી લેતા તેની પાસેથી ₹30,810ની કિંમતનું 10.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, ₹5,000નો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને ₹30,000નું એક્ટિવા મળી કુલ ₹65,810નો મુદ્દામાલ કબજે કર્યો છે. એફ.એસ.એલ. અધિકારી કે.એમ. તાવીયા દ્વારા સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરી આ પદાર્થ મેફેડ્રોન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપી નરેન્દ્રભાઈ પાચાભાઈ રામોલીયા (રહે. સિરામીક સીટી, ત્રાજપર ચોકડી પાસે, મોરબી; મૂળ રહે. અનિડાવાછડા, તા. કોટડાસાંગાણી) ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલો આરોપી વિવેક સોનરાત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ અગાઉ વર્ષ 2024માં રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. અરૂૂણભાઈ બાંભણીયા, હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ગોહિલ, મહાવીરસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ધૃવરાજસિંહ ગોહિલ અને નિર્મળસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

રામનાથપરામાંથી 222.450 ગ્રામ ગાંજા સાથે મહિલા ઝડપાઈ
રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં દરોડો પાડીને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે. પોલીસે આરોપીના કબજામાંથી 222.450 ગ્રામ ગાંજો તેમજ વેચાણ માટે વપરાતી સામગ્રી સહિત કુલ રૂૂ. 12,423નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગત તા. 22/11ના રોજ રાત્રિના સમયે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની કોઠારીયા નાકા પોલીસ ચોકીના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, રામનાથપરા શેરી નં. 14, ઉપલા ચોક પાસે રહેતી નજમાબેન ઉર્ફે નજુ રફીકભાઈ મોગલ (ઉં.વ. 36) પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને તેનું છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. ચાવડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢીયા સહિતના સ્ટાફે બે સરકારી પંચોને સાથે રાખી રાત્રે 10:20 વાગ્યે ઉક્ત મકાન પર દરોડો પાડ્યો હતો. મકાનની તપાસ દરમિયાન વોશિંગ મશીન પર પડેલા કપડાંમાંથી એક સફેદ પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી, જેમાં લીલા-ભૂખરા રંગનો ગાંજો ભરેલો હતો. સ્થળ પર એફ.એસ.એલ. (FSL) અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. સોના-ચાંદીના વેપારી મારફતે વજન કરાવતા ચોખ્ખા ગાંજાનું વજન 222.450 ગ્રામ (કિંમત રૂૂ. 11,123/-) નોંધાયું હતું. આ ઉપરાંત સ્થળ પરથી એક ડિજિટલ વજન કાંટો (કિંમત રૂૂ. 300/-), ગાંજો ભરવા માટેની 150 નાની પ્લાસ્ટિકની કોથળીઓ, એક મોબાઈલ ફોન (કિંમત રૂૂ. 1,000/-) અને મકાનનું લાઈટ બિલ મળી કુલ રૂૂ. 12,423/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આરોપી નજમાબેન પાસે આ માદક પદાર્થ રાખવા અંગે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(ઈ) અને 20(બ)(શશ)(અ) હેઠળ ગુનો નોંધી રાત્રે અટકાયત કરવામાં આવી છે.