ઇરાનની પણ લડી લેવાની ચીમકી
ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. અમેરિકાએ પોતાનું સૌથી શક્તિશાળી જંગી જહાજ ઈરાન સરહદ નજીક તૈનાત કરી દીધું છે, જેના જવાબમાં ઈરાને પણ યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે.અમેરિકન નૌકાદળનું સૌથી વિધ્વંસક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન હવે ઇરાનની સાવ નજીક પહોંચી ગયું છે.
આ યુદ્ધ જહાજ માત્ર એક જહાજ નથી, પરંતુ સમુદ્ર પર ચાલતો-ફરતો એક અભેદ કિલ્લો છે. તેની સાથે ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર, સબમરીન અને અદ્યતન વિનાશક જહાજોનો આખો સ્ટ્રાઈક ગ્રુપ ચાલે છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ બેડો એકલો જ ઈરાની સેનાને ભારે પડી શકે તેમ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા ઈઝરાયલ પણ સતર્ક થઈ ગયું છે. ઈઝરાયલની સેના (ઈંઉઋ) એ દેશમાં એલર્ટ લેવલ વધારી દીધું છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓને એક્ટિવ કરી દેવામાં આવી છે. ઈંઉઋ ચીફ એયાલ જામિરે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ કોઈપણ ’સરપ્રાઈઝ વોર’ માટે તૈયાર છે અને તેમની સેના હાઈ એલર્ટ પર છે.

