ગુજરાત

ખતરાની ઘંટી, વડોદરામાં સ્વાઇન ફલૂના 11 દર્દી નોંધાતા તબીબો ચિતિંત

Published

on

ગુજરાતમાં ફરી એક ગંભીર બીમારીનો પગપેસારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ધીરે-ધીરે સ્વાઈન ફલૂ બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. વડોદરમાં શહેરમાં જ સ્વાઈન ફલૂના 11 દર્દી નોંધાતા તબીબ જગત સાથે સ્થાનિકોમાં પણ ચિંતા પેઠી છે. રાજ્યમાં ઠંડીના આગમન સાથે સ્વાઈન ફલૂનો કહેર પણ વધી રહ્યો છે. આ બીમારીથી લોકો મૃત્યુ પામતા હોવાથી નિદાન થયા બાદ દર્દીએ જલદી તાત્કાલીક સારવાર લેવી. 48 કલાકમાં વડોદરા શહેરમાં શંકાસ્પદ 11 દર્દીમાં સ્વાઈન ફૂલના લક્ષણો જોવા મળ્યા. સ્વાઈન ફલૂ એક પ્રકારના વાયરસ છે. આથી જે દર્દીમાં આ વાયરસના લક્ષણો દેખાયા હોય તે દર્દીએ તાત્કાલિક ડોક્ટરની સલાહ મુજબ ઉપચાર કરવો. સ્વાઈન ફલૂ એક વાયરસ એટલે કે સંક્રામક રોગ છે. આથી આ દર્દીના પરિવારમાં અન્ય બીમાર વ્યક્તિએ વધુ સાવધ રહેતા દર્દીથી અંતર જાળવવું.
સ્વાઈન ફલૂ કે જેને H1N1 વાયરસ કહીએ છીએ તે મોટાભાગે ભૂંડમાં જોવા મળે છે. સૌ પ્રથમ આ વાયરસ 2009માં યુ.એસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ આ વાયરસ અન્ય દેશોમાં પણ જોવા મળ્યો. આ વાયરસના બહુ જલદી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલાક કિસ્સાઓમાં આ ફલૂ બીમારીના કારણે દર્દીના મોત નિપજયા છે. સ્વાઈન ફલૂમાં દર્દીને તાવ આવે છે. લોકો શરૂૂઆતમાં તાવને સામાન્ય માને છે પરંતુ લાંબો સમય ઉપચાર કર્યા પછી પણ તેનું નિદાન ના થતા સમસ્યા વધુ ગંભીર બને છે. ખાસ કરીને 65 વર્ષથી વધુ વયના લોકો તેમજ બાળકો આ વાયરસથી જલદી સંક્રમિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version