Site icon Gujarat Mirror

લાલપરી પાસે હત્યાના પ્રયાસમાં ફરાર શખ્સ પર હુમલો કરનાર ટોળકી સામે નોંધાતો ગુનો

oplus_2097184

આજીડેમ પાસે માંડાડુંગર પાસે સદગુરુ પાર્કમાં રહેતા અને હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા હિરેન મહેશભાઈ ગળચર (ઉ.વ.22), તેના ભાઈ ક્રિશ અને માતા-અલ્પાબેન જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી પાસે લાલપરીમાં હતા ત્યારે આશિષ વિજયભાઈ ગૌરાવા,તેના ભાઈ અશ્વિન(રહે બંને,લાલ હનુમાન વાળી શેરી,લાલપરી), વિપુલ ચૌહાણ અને ચાર અજાણ્યા શખસોએ છરી,ધોકા અને પાઈપ વડે હુમલો કરી ઇજા કર્યાની બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રીક્ષા ડ્રાઈવિંગ કરતા હિરેને પોલીસને જણાવ્યું કે, ગઈકાલે ઈન્સ્ટાગ્રામમાં તેના જુના પાડોશી આરોપી આશિષએ મેસજમાં ગાળો આપી હતી. જે બાબતે તે આરોપીને રૂૂબરૂૂ મળી ગાળો નહિ આપવા સમજાવ્યો હતો. બપોરે તે તેના માતા અલ્પાબેન અને ભાઈ ક્રિશ સાથે લાલપરીમાં લાલહનુમાન વળી શેરીમાં ગયો હતો.
જ્યાં તેજ વિસ્તારમાં રહેતા આશિષ, અશ્વિન અને વિપુલે આ મુદ્દે છરી, ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. આ સમયે ચાર અજાણ્યા આરોપીઓએ પાછળથી આવ્યા હતા.તેનોભાઈ ક્રિશ અને માતા અલ્પાબેન વચ્ચે બાવહાવવા પડતા આરોપીઓએ તેના પર પણ હુમલો કરતા ત્રણેયને ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ઉલ્લેખનીય છે કે,હિરેન હત્યાના પ્રયાશના ગુનામાં સંડોવાઈ ચુક્યો છે.હાલ બી ડિવિઝન પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version