Site icon Gujarat Mirror

રિક્ષાચાલકો બેફામ : ત્રિકોણ બાગે રસ્તો ઓળંગતા વૃધ્ધને ઉલાળતા ઘટનાસ્થળે મોત

રાજકોટમાં બેફામ રીક્ષાના ચાલકો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જતાં હોવાની ઘટના સામે આવતી રહે છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવે છે જેમાં હસનવાડીમાં રહેતા દિલીપભાઈ કનૈયાલાલ મહેતા નામના 66 વર્ષના વૃદ્ધ ગઈકાલે બપોરના સમયે જુબેલી શાક માર્કેટ શાકભાજી લેવા ગયા હતા અને આ સમયે ત્રિકોણ બાગ પાસે રસ્તો ઓળંગતા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલા રિક્ષા ના ચાલકે વૃદ્ધ દિલીપભાઈને ઉલાડતા તેમને ગંભીર ઇજાઓ પહોંચે હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.જ્યાં તેઓનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં રહેતા દિલીપભાઈ મહેતાના પુત્ર પ્રતિકભાઇ મહેતાએ અકસ્માત સર્જનાર ભગવતીપરામાં સુખસાગર હોલ પાસે રહેતા રીક્ષા ચાલક મુકેશ તુલસીભાઈ જેઠવા સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.તેમને પણ સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ કે.આર.જોડિયા અને સ્ટાફે કાર્યવાહી શરૂૂ કરી છે.

Exit mobile version