Site icon Gujarat Mirror

રાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયો

પડધરીના ખંભાળા ગામના ભાઇ બહેને ધંધો પડાવી લઇ ધમકી આપતા વેપારીએ જામકંડોરણાના સાતોદડ પાસે આપઘાત કર્યો હતો

રાજકોટ રેલનગર શામજીભાઈ કૃષ્ણ વર્મા ટાઉન શીપમાં રહેતા દૂધના વેપારીએ તેના બે ભાગીદાર ભાઈ બહેનના ત્રાસથી આપઘાત કર્યો હોય જે મામલે આઠ માસ બાદ જામકંડોરણા પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.
મળતી વિગતો મુજબ રાજકોટ રેલ નગર શામજીભાઈ કૃષ્ણ વર્મા ટાઉન શીપ એફ-203, સનરાઈઝ સ્કુલની બાજુમાં રહેતા કાજલબેન નીલેશભાઇ શાંતીભાઇ હીડોંચાએ જામકંડોરણા પોલીસમાં કરેલી ફરિયાદમાં પડધરીના ખંભાળા ગામના જયદીપભાઇ પાંચાણીની બહેન ધર્મિષ્ઠાબેન પાંચાણીનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ બે વર્ષ પહેલા પતિ નીલે શભાઇ હીડોંચા તથા રાજકોટ રેલ નગરના ભાર્ગવભાઈ ભરતભાઇ ભદ્રા તથા પુર્વીબેન કેતનભાઇ ત્રિવેદી એમ ત્રણેયે પાર્ટનરમાં દુધનો પ્લાન્ટ શરૂૂ કરવા સારૂૂ પડધરી તાલુકાના ખંભાળા ગામે રહેતા જયદીપભાઇ મનજીભાઇ પાંચાણીવાળાનું મકાન મહિને રૂૂપીયા 15,000/- લેખે ભાડે રાખેલ હતું. આ ભાડાના મકાનમાં દુધનો પ્લાન્ટ ફીટ કરી અલગ અલગ દુધની બનાવટો બનાવી વેચાણ કરતા હતા. તેમજ અમોએ ભાડે રાખેલ મકાનનું ભાડુ દર મહીને જયદી પભાઇ પાંચાણીને મારા પતિ નીલેશભાઇ હીંડોચા આપતા હતા.

જયદીપભાઇ પાંચાણીની બહેન ધર્મિષ્ઠાબેન પાંચાણીને એક લાખ રૂૂપિયા આપી દીધા છતાં ભાડાના મકાનમાં દુધનો પ્લાન્ટમાં તાળું મારી દેતા ગત તા તા.18/04/2025 ના રોજ પતિ ઘરેથી નીકળી ગયેલ અને તે બાદ પત્ની તથા મારી દીકરી તથા અમારા પાર્ટનર ભાર્ગ વભાઇ ભદ્રા એમ ત્રણેયને સ્યુ-સાઇડ નોટ વોટસઅપમાં મોકલેલ અને તે બાદ પતિએ ફોન બંધ કરી દી ધેલ. બપોર પછી ચારેક વાગ્યે મારી દીકરીના ફોનમાં મારા પતિનો વીડીયો કોલ આવેલ અને અને ધર્મિષ્ઠાબેન તથા તેના ભાઇ જયદીપભાઇ પાંચાણી એમ બંનેના માનસીક ત્રાસના કારણે ઝેરી દવા પી લીધેલ હોવાનું જણાવેલ. તે વખતે વીડીયોકોલમાં અમારા સુરાપુરા દાદાનું મંદીર જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે આવેલ હોય, તે દેખાયેલ. જેથી બધા સાતોદડ આવ્યા હતા અને પતિને સાતોદડ ગામેથી જામકંડોરણા સરકારી હોસ્પીટલે લઇ આવેલ હોય, પરતું પતિ મરણ ગયેલ હોય અંતે આ મામલે ભાઈ બેહન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version