Site icon Gujarat Mirror

લાલપરીમાં શખ્સના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 27 રીલ મળી આવતા નોંધાતો ગુનો


ઉતરાયણ પહેલા ચાઇનીઝ દોરી વેંચવાનુ શરૂ થઇ ગયુ છે. આ ચાઇનીઝ દોરી વાગીવાને કારણે ઘણા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યાનો વારો આવ્યો છે. ચાઇનીઝ દોરી હોય કે વધુ કાચ પીવડાવાયેલી દોરી લોકોના તહેવારની મોજ ઘણા પરિવારના દીવા ઓળવી ચૂકી છે.


છતા ઘણા ગ્રાહકો એવા હોય છે. જેઓ આવી જોખમી ચાઇનીઝ દોરીથી તહેવારો ઉજવતા હોય છે. ત્યારે આવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેંચતા થોરાળાના શખ્સને ઝડપી પાડી ઘરમાંથી 27 રીલ કબજે લઇ ગુનો નોંધવામા આવ્યો છે.


જેમાં વધુ વિગતો અનુસાર, બીડિવિઝન પોલીસના કોન્સ્ટેબલ પંકજભાઇ માળી, રાજદિપભાઇ પટગીર અને વિશ્ર્વજીતસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઉતરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીઓ પકડવા ચેકિંગ ચાલુ કરી દીધુ છે. ત્યારે થોરાળા વિસ્તારમાં ચાવતા લાલપરી શેરીનં.2માં રહેતો શૈલેષ જયંતીભાઇ ચારોલા (ઉ.વ.34) પોતાના મકાનમાં ચાઇનીઝ દોરી વેંચતો હોવાનુ માલુમ પડતા તેની ધરપકડ કરી 27 રીલ રૂા.5400ની કબજે લઇ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ છે.

Exit mobile version