ક્રાઇમ
માહી બિલ્ડકોનના સંચાલકની લેબર કોન્ટ્રાકટર સાથે 10.70 લાખની ઠગાઇ
કોન્ટ્રાક્ટરે સીજીએમને ફરિયાદ કરવાનું કહેતા, આરોપીએ કહ્યુું તેના કટકા કરી નાખીશ અને તારાથી થાય તે કરી લેજે
રાજકોટ એઇમ્સમાં વોલ ટાઇલ્સ અને મારબલનું કામ 1પ લાખમાં રાખ્યું હતુ
શહેરના જામનગર રોડ પર નિર્માણ પામેલી એઇમ્સ હોસ્પિટલનું વર્ષ 2023માં કામ ચાલુ હતું ત્યારે કોન્ટ્રાક્ટ રાખનાર નાગપુરના માહી બિલ્ડકોન કંપનીના સંચાલકે મોરબીના યુવાનને લાદી લગાડવાનો પેટા કોન્ટ્રાક્ટ આપી આ કોન્ટ્રાક્ટર અને તેના ભાગીદારે કરેલા કામના 15 લાખ રૂૂપિયાનું બિલ ચુકવવાની સામે માત્ર 4,30,000 ચુકવી બાકીના 10.70 લાખ ન ચુકવી અપમાનિત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસ પરા રોડ વિજયનગર-1 નૃસિંહ કૃપા ખાતે રહેતાં અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં ધર્મેશ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.33) નામના યુવાનની ફરિયાદ પરથી મહારાષ્ટ્ર નાગપુરમાં વિહરી ગાંવ પર્લ હેરીટેઝ પ્લોટ નં. 3 બંગલો નં. એફ-42 ખાતે રહેતાં તુષાર હરીશભાઇ રાવલ વિરૂૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.ધર્મેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે,પોતે 2017થી સિધ્ધી કોન્ટ્રક્શન નામથી લેબર કોન્ટ્રાક્ટર તરીકે બાંધકામ, રોડ વગેરેનું કામ કરે છે.14 મહિના પહેલા સપ્ટેમ્બર-2023ના છેલ્લા અઠવાડીયામાં તેઓ અને મિત્ર ભાગીદાર રમેશભાઇ ઉર્ફ રામભાઇ કમાભાઇ વઘોરા (રહે. જામનગર) માહી બિલ્ડકોન કંપનીના માલિક દરજ્જે તુષાર હરિશભાઇ રાવલ (રહે. નાગપુર મહારાષ્ટ્ર)ને રાજકોટ મોટી ટાંકી પાસે ચંદ્રમોૈલેશ્વર નામની ઓફિસ ખાતે મળ્યા હતાં.
ત્યારે તુષાર રાવલે એઇમ્સ હોસ્પિટલના કામ અંગે વાતચીત કરી હતી.આશરે 80 લાખનું બે લાખ સ્ક્વેર ફુટ જેટલુ વોલ ટાઇલ્સ અને ફલોર ટાઇલ્સ (મારબલ)નું કામ હોવાનું જણાવ્યું હતું.તેમજ તુષાર રાવલે પોતાને રાજકોટ એઇમ્સ પાસેથી તમામ કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું પણ કહ્યું હતું.
જેથી ધર્મેશભાઈએ આ ફલોર ટાઇલ્સ, વોલ ટાઇલ્સનું કામ પેટા કોન્ટ્રાક્ટમાં રાખવાની હા પાડી હતી અને કામ રાખી લીધુ હતું.પણ તુષાર રાવલે આ કામ આપતા પહેલા 50 હજાર રૂૂપિયા માંગી પછી જ વર્ક ઓડર મળી શકે તેવું કહેતાં તેમણે તેને આરટીજીએસથી 50 હજાર આપી દીધી હતાં.એ પછી મને માહી બિલ્ડકોનના લેટરપેડવાળો વર્ક ઓડર તુષાર રાવલે વ્હોટ્સએપથી 1/10/23ના રોજ મને મોકલ્યો હતો.તેના દસ દિવસ બાદ ધર્મેશભાઈએ રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે ટાઇલ્સનું કામ ચાલુ કર્યુ હતું.
બાદમાં રૂૂા. 4,68,221નું ધર્મેશભાઈએ તુષાર રાવલને તેના મોબાઇલ ફોનમાં વ્હોટ્સએપથી મોકલ્યું હતું અને આગળનું કામ પણ ચાલુ રાખ્યું હતું. એ પછી મેં નવેમ્બર-2023 તથા ડિસેમ્બર-2023ના બે મહિનાના કામનું બિલ તુષાર રાવલને મોકલ્યું હતું.આ સામે તેણે 30 ટકા હોલ્ટ રાખી રૂૂા.2,41,513 મંજુર કર્યા હતાં.બાદમાં 15/12ના રોજ તુષાર રાવલને એઇમ્સ હોસ્પિટલની એનકેજી ઓફિસ બહાર તેને મળ્યા હતાં. ત્યારે બાકીના પૈસા માંગતા તુષારે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આમ તેમણે કુલ બિલના 15 લાખ સામે મને 4,30,000 જ ચુકવ્યા હોઇ બાકીના 10,70,000 ન ચુકવતાં અને મેં ઉઘરાણી કરતાં ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ધમકી દીધી હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી.આ મામલે પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. જાડેજાએ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.