Site icon Gujarat Mirror

ક્રિકેટરના સાળાએ દુષ્કર્મ આચરી યુવતી સાથે સગાઇ તોડી અન્ય યુવતી સાથે પરણી ગયો

ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.6, કાલાવડ રોડ) વિરૃધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.એક યુવતીએ લગ્નની લાલચ આપી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાનો આરોપ મૂકયો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે,વર્ષ 2014માં મને ફેસબૂક પર જીત પાબારીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી,અમે સાથે ભણતાં હોઇ આગળ જતાં અમારી વચ્ચે વાતચીત બાદ ફ્રેન્ડશીપ થઇ હતી અને પછી પ્રેમ પાંગર્યો હતો. તેમણે મને કહ્યુ કે, મારે તારી સાથે લગ્ન કરવા છે.

જેથી જીતે તેના માતા-પિતાને વાત કરી હતી.બાદમાં 8/10/21ના રોજ જીતના પરિવારજનો મારા ઘરે આવેલા અને ગોળધાણા વિધી કરી હતી.બાદમાં જીત તેના પરિવારની સાથે મને દુબઇ ફરવા લઇ ગયો હતો. ત્યારબાદ દિવાળીના સમયે હું જીતના ઘરે નવેમ્બર-2021માં ગઇ હતી ત્યારે જીત મને તેના રૂૂમમાં લઇ ગયેલો અને તેણે બળજબરી કરી પ્રથમ વખત શરીરસંબંધ બાંધી લીધો હતો.બીજા દિવસે જીતને મેં કહેલુ કે તે મારી સાથે બળજબરીથી શરીરસંબંધ શું કામ બાંધ્યો? તો તેણે કહેલુ કે આપણા ટુંક સમયમાં લગ્ન થવાના છે, આવુ બધુ ચાલ્યા કરે.

એ પછી તેણે કહેલુ કે આ વાત તુ કોઇને કરીશ તો તને બદનામ કરી દઇશ. જેથી હું ગભરાઇ ગઇ હતી અને કોઇને વાત કરી નહોતી.ત્યારબાદ અમારી એકબીજાની મરજીથી પરિવારની સહમતથી અમારી સગાઇ 2022માં હોટેલમાં રાખવામાં આવી હતી.ત્યાં હોટેલના રૂૂમમાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. એક દિવસ મારા ઘરના સભ્યો બહારગામ હોઇ હું ઘરે એકલી હતી ત્યારે જીતે મારા ઘરે આવી બળજબરી આચરી અને મને કહેલુ કે જો કોઇને વાત કહીશ તો બદનામ કરી દઇશ. ત્યારપછી થોડા દિવસ બાદ મારા માતા પિતા બહારગામ જતાં જીત ફરી ઘરે આવ્યો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્યારપછી જીતના ઘરે જ્યારે પણ કોઇ મહેમાન આવવાના હોય ત્યારે તે મને તેના ઘરે બોલાવતો હતો.

દરમિયાન આજથી દોઢેક વર્ષ પહેલા તેણે મારી સાથે સગાઇ તોડી નાખી હતી અને બીજે લગ્ન કરી લીધા હતાં.જીતે મને લગ્નની લાલચ આપી સગાઇ કર્યા પહેલા અને સગાઇ પછી બદનામ કરવાની ધમકી દઇ મારી મરજી વિરૂૂધ્ધ એકથી વધુ વખત શરીરસંબંધ બાંધી લીધો હોઇ મને પરિવારના લોકોએ હિમ્મત આપતાં ફરિયાદ કરી હતી.આ મામલે માલવીયા નગર પીઆઇ જે. આર. દેસાઇ અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.આરોપી જીત પાબારીની શોધખોળ શરૂૂ કરી છે.

Exit mobile version