જામનગરમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક પકડાયુ : 11 પન્ટરોના નામ ખુલ્યા

ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રમાડાતો હતો સટ્ટો: મુખ્ય બે શખ્સની ધરપકડ જામનગર શહેરમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ સટ્ટાબાજી સામે સીટી-બી ડિવિઝન પોલીસ અને સર્વેલન્સ સ્કવોડ…

ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રમાડાતો હતો સટ્ટો: મુખ્ય બે શખ્સની ધરપકડ

જામનગર શહેરમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ સટ્ટાબાજી સામે સીટી-બી ડિવિઝન પોલીસ અને સર્વેલન્સ સ્કવોડ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે. બંને બનાવોમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 12 શખ્સોની સંડોવણી પણ સામે આવતા પોલીસે તેમની શોધખોળ શરૂૂ કરી છે.

પ્રથમ બનાવમાં સીટી-બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે કેદારપાર્ક રોડ તરફ જતાં પુલ ઉપર દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનો ડબ્બો ચલાવતા ભાવેશ ગોરધનભાઈ નંદા (ઉ.વ. 45), રહે. કિશાન ચોક, નંદા બ્રધર્સવાળી ગલી, ખંભાળિયા ગેટ, જામનગરને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી અમદાવાદ ખાતે રમાઈ રહેલી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની આઈપીએલ મેચના લાઈવ પ્રસારણના આધારે મોબાઈલ ફોન મારફતે ગ્રાહકો પાસેથી સેશન અને મેચની હારજીતના દાવ સ્વીકારી ક્રિકેટ સટ્ટાનો કારોબાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આરોપી પાસેથી રોકડા રૂૂપિયા 11,350 તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 17,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં ગ્રાહક તરીકે સંડોવાયેલા નાઝલો, રાહુલ, સાગર ફ્રુટ, મનીષ, બાપુ, મિતેષ, મારાજ, એચ.એમ. સહિત અન્ય શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે.

બીજા બનાવમાં બેડી નાકા પાસે મનુ માર્કેટ નજીક દરોડો પાડી કરન બીપીનભાઈ પારેખ (ઉ.વ. 26), (રહે. શ્રીનાથજી એપાર્ટમેન્ટ, હવાઈ ચોક, નાગર ચકલા, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પોતાના મોબાઈલ ફોનમાં આવેલી ઓનલાઈન સટ્ટાબાજીની એપ્લિકેશન મારફતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચ ઉપર હારજીત તથા રનફેરના દાવ લગાવી પૈસાની લેતીદેતી કરતો હોવાનું સામે આવ્યું હતું.

આ બનાવમાં કરન પારેખની સાથે મુનાફ આંબલીયા, રહે. લંઘાવાડના ઢાળીયે, જામનગરનું નામ પણ ખુલ્યું છે. મુનાફ આંબલીયા હાલ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.