Site icon Gujarat Mirror

દીવાલ બનાવવા મુદ્દે ત્યકતા ઉપર પિતરાઇ ભાઇ-બહેન અને કાકીનો હુમલો

શહેરની ભાગોળે આવેલા ભુપગઢ ગામે રહેતી જ્યોતિબેન રવજીભાઈ રાઠોડ નામની 25 વર્ષની યુવતી સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના ફળિયામાં કામ કરતી હતી ત્યારે તેના પિતરાય ભાઈ કાના ભગાભાઈ રાઠોડ, કાકાની પુત્રી રાધિકા નરેશભાઈ રાઠોડ, મોટા બાપુની દીકરી સંગીતાબેન કાનજીભાઈ અને કાકી વિલાસબેન નરેશભાઈ રાઠોડએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા ઈજા પહોંચી હતી. પિતરાઈ ભાઈ બહેન અને કાકીએ હુમલો કરતા જ્યોતિબેન રાઠોડને માઠુ લાગી આવતા ફિનાઈલ પી લીધું હતું. જ્યોતિબેન રાઠોડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

આ અંગે જ્યોતિબેન રાઠોડની પ્રાથમિક પૂછપરછમાં તેણીના ચાર વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે અને તેણીને સંતાનમાં એક પુત્ર છે. જ્યોતિબેન હાલ થોરાળામાં રહે છે ભુપગઢ ગામે પિતા રવજીભાઈ રાઠોડના ઘરે દિવાલ ચણવાનું કામ ચાલુ હતું ત્યારે પિતરાઇ ભાઈ બહેન અને કાકીએ આવી દિવાલ નહીં બનાવા મુદ્દે ઝઘડો કરી હુમલો કરતા જ્યોતિબેન રાઠોડે પિતરાઇ ભાઈ બહેન અને કાકીના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનો અને પિતરાઇ ભાઈ કાનાએ છેડતી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version