જામનગર મહાનગ રપાલિકાના કમિશનર દ્વારા શહેરને સ્વચ્છ અને બ્યુટીફૂલ સ્માર્ટ સીટી બનાવવા માટે આક્રમક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. તેઓ ગઈકાલે લાંબા અરસા બાદ શહેરની સ્થિતિ અંગેના દર્શન કરવા નીકળ્યા હતા, શહેરમા પરિભ્રમણ દરમિયાન તેમણે જણાવ્યુ હતુંકે આગામી 30 નવેમ્બર સુધીમાં જામનગરને એકદમ નવા અવતારમાં જોવા મળશે..! શહેરના તમામ રસ્તાઓના ડિવાઇડર અને દીવાલોનું રંગરોગન કરીને તેમને નવો દેખાવ આપવામાં આવશે. સાથે સાથે, સમગ્ર શહેરમાં સફાઈ અભિયાન ચલાવીને શહેરને ચમકાવવામાં આવશે. શહેરમાં ફરતા લાવારિસ પશુઓ અને રસ્તા પર પડેલા કચરાને દૂર કરવા માટે કડક પગલાં લેવામાં આવશે. રોડ રસ્તાઓ સિક્સલેન બનવવામા આવશે.
ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નવી આધુનિક ટીપર વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરમાં ફરતા જર્જરિત વાહનોને દૂર કરીને વાતાવરણને સ્વચ્છ રાખવામાં આવશે. રસ્તા પર ઉભરાતી ગટરો અને કેનાલોની સફાઈ કરીને રોગચાળાને અટકાવવામાં આવશે.પ્લાસ્ટિક પ્રતિબંધ કાયદાનું કડક અમલીકરણ કરીને પ્લાસ્ટિકના ઉપયોગને રોકવામાં આવશે. ચોમાસા દરમિયાન રસ્તા પર પડેલા ખાડાઓ અને ગાબડાઓને ભરીને નવા રસ્તાઓ બનાવવામાં આવશે. પીવાના પાણીમાં ભળતા ભૂગર્ભ ગટરના પાણીને અટકાવવા માટે નવી સ્માર્ટ પાણીની લાઇનો નાખવામાં આવશે.
આ તમામ પગલાંથી શહેરના નાગરિકોને અનેક સુવિધાઓ મળશે અને તેઓ એક સ્વચ્છ અને સ્માર્ટ શહેરમાં રહી શકશે, આ તમામ વિગતો મ્યુનિસિપલ કમિશ્નર દિનેશ મોદી દ્વારા ગઈકાલે શહેરમા વિકાસના ચાલી રહેલા પ્રોજેક્ટ અને રસ્તાઓની સ્થિતિ અંગે જાણકારી મેળવવા સ્થળ મુલાકાત દરમિયાન મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતુ, પરંતુ આચ્છયૉંની વાત એ છે કે કમિશ્નર મોદીએ આ તમામ કામગીરી આગામી 30 નવેમ્બર સુધીમા પૂર્ણ થઈ જશે તે પણ જણાવ્યું છે, શું આ તમામ કામગીરી 30 નવેમ્બર સુધીમા પૂર્ણ કરવી શક્ય છે ચર્ચાઓ વહેતી થઈ છે.જામનગર શહેરમાં ચાલતા બ્યુટીફીકેશન ની કામગીરી નું આજે મ્યુનિ. કમિશનર દ્વારા વિવિધ વિભાગ ના અધિકારીઓ ને સાથે રાખી ને નિરીક્ષણ કામગીરી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલીકા દ્વારા ચાલતા બ્યુટીફિકેશન, સફાઈ ઉપરાંત ના ચાલતા કામ નું આજે મ્યુનિ. કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીઓ ને સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું.
જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફિકેશનનું અને સઘન સફાઈ ઝુંબેશ કામગીરી ચાલી રહી છે, જ્યારે આજે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ શહેરમાં ચાલતા વિવિધ કામોનું નિરક્ષણ કર્યું હતું. સવારે 9 વાગ્યે જોગર્સ પાર્ક થી નિરીક્ષણ કામગીરી નો પ્રારંભ થયો હતો. આ પછી શરૂૂસેક્શન રોડ, સાત રસ્તા, હરિયા કોલેજ રોડ, રીંગરોડ, ઠેબા ચોકડી, રાધિકા સ્કૂલ, હાપા માર્કેટ યાર્ડ સહિત ના વિસ્તારમાં ચાલતા કામ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી ઢોરના ડબ્બાની અને. ડમ્પીંગ સાઈટ ની પણ વિઝીટ કરી હતી અને સંબંધિત વિભાગના અધિકારીને જરૂૂરી સૂચના આપી હતી. મ્યુનિ. કમિશનર ડી એન.મોદી સાથે ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, ઉપરાંત અન્ય અધિકારીઓ ભાવેશ જાની, રાજીવ જાની, પાઠક, સોલીડ વેસ્ટ શાખાના મુકેશ વરણવા અને કટેશિયા, એસ્ટેટ વિભાગના એન.આર. દિક્ષીત, સિવિલ અને ટીપીઓ વિભાગના ઉર્મિશ દેસાઈ, સિક્યોરીટી ના સુનિલ ભાનુશાળી વગેરે પણ જોડાયા હતા.

