ગુજરાત
કાર અકસ્માતમાં મૃતક યુવકના પરિવારને 94 લાખ અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
ચુડા તાલુકાના મોરવાડ ગામના પાટીયા પાસે કાર પલટી જવાના કેસમાં યુવાનો મૃત્યુ અને ધવાયેલા બે યુવકના પરિવારજનો દ્વારા વળતર મેળવવા માટે માંગેલી દાદમાં અદાલતે મૃત્યુ કેસમાં રૂૂ.94 લાખ અને ધવાયેલા બંને યુવકના વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ અમદાવાદ ખાતે રહેતા ચિરાગ વલ્લભભાઈ વાળા દીપ હસુભાઈ વાળા અને રાહુલ નરેન્દ્રભાઈ વાળા સહિત ત્રણે યુવાનો કારમાં ચુડાના મોરવાડ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં ચિરાગ વલ્લભભાઈ વાળા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જ્યારે રાહુલ વાળા અને દીપ વાળા ગંભીર ઈજા પહોંચ્યા હતી બાદ મૃતક ચિરાગ વાળાના પરિવાર અને ધવાયેલા રાહુલ વાળા અને દીપ વાળા ના પરિવારજનો દ્વારા અકસ્માત વળતર મેળવવા માટે રાજકોટ કોર્ટના દ્રાર ખખડાવેલ અને રાજકોટમાં કલેઇમ કેશો દાખલ કરેલ અને આ કેશમાં મૃતક ચિરાગ વાળા તથા રાહુલભાઈ નરેન્દ્રભાઇ વાળા હેન્ડીક્રાફટનો વેપાર કરતા હતા જેમાં મૃતક ચીરાગભાઈ વલ્લભભભાઈ વાળા વાર્ષીક આવક રૂૂા. 3,75 લાખ કમાતા હતા અને રાહુલભાઇ નરેન્દ્રભાઇ વાળા પણ આઇ.ટી.રીટર્ન ભરતા હતા જે તમામ રીર્ટનોના આધારે તેમના દ્રારા રોકવામાં આવેલ વકીલશ્રીની ધારદાર દલીલ, રજુઆતને ધ્યાનમાં રાખી રાજકોટના જોઈન્ટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.જે.તમાકુવાલા ઉપરોકત કારની વિમાકુયુ. બજજ એલીયાન્સને માસ એકમાં ગુ. ચીરાગ વલ્લભભભાઈ વાળાના કલેઇમ કેશમાં તેમના વારસદારોને રૂૂો. વ્યાજ સહીત 94 લાખ, તેમજ રાહુલ નરેન્દ્રભાઇ વાળાના કલેઇમ કેશમાં 6,77 લાખ, દીપ વાળાના કેશમાં 3,04 લાખ ચુકવી આપવા હુકમ કર્યો છે.
આ કેરામાં અરજદાર વતી રાજકોટના કલેઇમ ક્ષેત્રમાં જાણીતા એડવોકેટ શ્યામ જે. ગોહિલ, હરિન ગોહિલ, મીરા એસ.ગોહિલ, પુનીતા પટેલ, અશોક લુંભાણી(કોળી), દીવ્યેશ કણઝારીયા રોકાયા હતા તેમજ આસીસ્ટન્ટ તરીકે હિરેન કણઝારીયા તથા મોહીત ગેડીયા રોકાયેલા હતા.