ગુજરાત

લીંબડી હાઇવે પર બોલેરો અડેફટે બોટાદ પંથકના દંપતીનું મોત

Published

on

બાઇકસવાર દંપતી બોટાદના લાઠીદડ ગામેથી લૌકિક કામે જઇ રહ્યા હતા


બગોદરા-લીંબડી હાઈવે પર જનસાળી ગામના પાટિયા પાસે પૂરઝડપે બોલેરોની ટક્કરે બાઈકને ટક્કર મારી હતી.આ કસ્માતમાં બાઈક પર સવાર હડાળા ગામના દંપર્તીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પતિ- પત્નીના મૃતદેહને બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી પોલીસે વધુ તપાસ શરૂૂ કરી હતી.


લીંબડી તાલુકાના હડાળા ગામના અને હાલ બોટાદના લાઠીદળ ખાતે રહેતાં રાઠોડ મોબુભાઈ કેહુભાઈ (ઉ.વ.57) તથા તેમના પત્ની કમુબેન મોબુભાઈ રાઠોડ (ઉં.વ.50) બંને પતિ- પત્ની લાઠીદળથી બાઈક લઈને કોઠાતલાવડી લોકીક વ્યવહારે જઈ રહ્યા હતાં. તે સમયે જનશાળીના પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલી બોલેરોના ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જયો હતો.જેમાં દંપતીનું ગંભીર ઈઅજાઓ પહોંચતાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.


જ્યાં હાજર તબીબીએ સારવાર દરમિયાન બંનેને મૃત જાહેર કર્યા હતા.જ્યારે આ બનાવની જાણ તેમના પરિવાર જનોને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. જ્યાં મોબુભાઈ રાઠોડ તથા તેમના પત્ની કમુબેનના મૃત્યુના સમાચાર સાંભળતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version