ઉના તાલુકાના ભડીયાદર ગામે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસકામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે ગામના ઉપસરપંચે તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. માત્ર 10 થી 12 દિવસમાં નવા સી.સી. રોડમાં મોટી તિરાડો પડી જતાં અને રોડનો ભુક્કો બોલી જતાં કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે.
ભડીયાદરગ્રામપંચાયતના ઉપસરપંચ નરેશભાઈ ભીખા ભાઈ સોલંકીએ TDO ઉનાને પાઠવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગામમાં સી.સી. રોડ, RCC પાઈપ ગટર અને પાણીની પાઈપ લાઈનના કામો કરવામાં આવ્યા છે. કામ શરૂૂ હતું ત્યારે TDO અને મદદનીશ ઈજનેરે સ્થળ તપાસ કરી હતી, છતાં કામ રોકવામાં આવ્યું ન હતું. પોતે ઉપસરપંચ હોવા છતાં વારંવાર માંગણી કરવા છતાં કામના એસ્ટીમેટ પણ આપવામાં આવતા નથી.
ફરિયાદમાં ઉલ્લેખ છે કે તાજેતરમાં રાજુભાઈ વાળાની દુકાનથી નવો સી.સી. રોડ બનાવવામાં આવ્યો છે.જેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાંઆવ્યુંહોવાની અગાઉ લેખિત ફરિયાદ પણ કરાઈ હતી. પરંતુ નબળી ગુણવત્તાના કારણે માત્ર 10 થી 12 દિવસમાં જ રોડમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને સી.સી. રોડના પોપડા ધૂળના ઢેફાની જેમ ભુક્કોથઈજાયછે.નયનભાઈ ના ઘર પાસેથી હિમતભાઈના ઘર સુધીના સી.સી. રોડ માં પણ તિરાડો પડવાના પ્રશ્નો ઉભા થયા છે.
રામભાઈના ઘરથી દાના ઉકાની વાડી સુધી જુદી જુદી ગ્રાન્ટમાંથી અંદાજે 750 મીટર લંબાઈમાં છઈઈ પાઈપ ગટરનું કામ કરવામાં આવ્યું છે. ઉપસરપંચ નરેશભાઈ સોલંકીએ માંગ કરી છે કે ભડીયાદર ગામે જુદા જુદા વિકાસકામોમાં થયેલા ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી થયેલા કામનું ચુકવણું અટકાવી દેવામાં આવે. આ ફરિયાદની નકલ જિલ્લા વિકાસ અધિકારી, ગીર સોમનાથને પણ મોકલવામાં આવી છે.સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી નાણાંના વેડફાટ અને નબળી કામગીરી બદલ જવાબદારો સામે પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠી છે.
