કાલાવડ-ધોરાજી હાઇવે પર ડાયવર્ઝન ડૂબ્યો, વાહનો બંધ

કાલાવડ-ધોરાજી હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા, ટોડા નજીક ડ્રાઈવર્ઝન પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ, લોકોની મુશ્કેલી વધતા…

કાલાવડ-ધોરાજી હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા, ટોડા નજીક ડ્રાઈવર્ઝન પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ, લોકોની મુશ્કેલી વધતા સરકાર અને તંત્રને તાત્કાલિક ધ્યાન આપવા માંગ કાલાવડ તાલુકાના ટોડા નજીક કાલાવડ-ધોરાજી હાઈવે પર આવેલ ડ્રાઈવર્ઝન ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતા ડ્રાઈવર્ઝન પાણીમાં ડૂબી ગયું હતું, જેના કારણે હાઈવે બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે.

આ માર્ગ પરથી રોજિંદા અવરજવર કરતા ગ્રામજનો, વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદી સિઝનમાં વારંવાર સર્જાતી આવી પરિસ્થિતિને કારણે આ માર્ગની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વાહન વ્યવહાર માટે મહત્વના એવા આ માર્ગ પર યોગ્ય વ્યવસ્થા, મજબૂત ડ્રેનેજ અને કાયમી ઉકેલ ન કરવામાં આવે તો ભવિષ્યમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા સરકાર તથા તંત્રને આ સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી રહી છે.