ગુજરાત

નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય

Published

on

21 ઉમેદવારોએ વ્યક્ત કર્યો દૃઢ વિશ્ર્વાસ, નાના માણસોની મોટી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને મેદાનમાં ઉતાર્યા

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની તા.17-11-2024ના રોજ ડિરેકટરની ચૂંટણીમાં સહકાર પેનલના 21 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ અને ઉદયભાઈ કાનાગડ, પૂર્વ ધારાસભ્યશ્રી ટપુભાઈ લીંબાસિયા-શ્રી ગોવિંદભાઇ પટેલ-શ્રી પ્રવિણભાઇ માકડીયા, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના કાર્યકારી ચેરમેન જિમ્મીભાઈ દક્ષિણી, વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લિ.ના ચેરમેન નિકુંજભાઈ ધોળકીયા, રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા, ભારતીય મઝદૂર સંઘના હસુભાઈ દવે, નરેન્દ્રભાઇ દવેએ તમામ ઉમેદવારોને વિજયી ભવ:ના આશીર્વાદ આપ્યા હતા.


સહકાર પેનલના 1) માધવભાઈ દવે, 2) ચંદ્રેશભાઇ ધોળકિયા, 3) દિનેશભાઈ પાઠક, 4) અશોકભાઈ ગાંધી, 5) ભૌમિકભાઈ શાહ, 6) કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા, 7) ચિરાગભાઈ રાજકોટિયા, 8) વિક્રમસિંહ પરમાર, 9) હસમુખભાઈ ચંદારાણા, 10) દેવાંગભાઈ માંકડ, 11) ડો. એન. જે. મેઘાણી, 12) જીવણભાઈ પટેલ, 13) જ્યોતિબેન ભટ્ટ, 14) કિર્તીદાબેન જાદવ, 15) નવીનભાઈ પટેલ, 16) સુરેન્દ્રભાઈ પટેલ, 17) દીપકભાઈ બકરાણીયા, 18) મંગેશજી જોશી, 19) હસમુખભાઈ હિંડોચા, 20) બ્રિજેશભાઈ મલકાણ, 21) લલીતભાઈ વોરાએ ફોર્મ ભર્યા હતા.


બેેંકના પૂર્વ ચેરમેન જીમ્મીભાઇ દક્ષિણી તથા ઉમેદવારોએ જણાવેલ કે, રાજકોટ નાગરિક બેંકનું 70 ટકા ધિરાણ નાના અને મધ્યમ વર્ગના લોકોને અપાય છે. આ બેંકનો હેતુ જ નાના અને મધ્યમ વર્ગને મદદરૂપ થવાનો છે અને તેથી જ નાગરિક બેંક ‘નાના માણસોની મોટી બેંક’ બની રહી છે. આગામી ચૂંટણીમાં પણ તેમણે સહકાર પેનલના તોતીંગ વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.


તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડી ચકાસણી સુધીની જવાબદારી શ્રી કિરીટભાઇ પાઠક; મયુરભાઈ ભટ્ટે જવાબદારી સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલનશ્રી હંસરાજભાઈ ગજેરાએ કર્યું હતું. આશીર્વચન અને આભારવિધિશ્રી નલિનભાઈ વસાએ કરેલ હતી. આ સાથે તમામ 21 ઉમેદવારોનો પરિચય જોઇએ તો દરેક ડિરેકટર વિવિધ ક્ષેત્રમાંથી આવે છે અને બેંક સાથે જોડાયેલા છે.


1) દિનેશભાઇ પાઠક : દિનેશભાઇ પાઠક કોમર્સ ગ્રેજ્યુએટ છે. તેઓએ રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘમાં રાજકોટ જિલ્લા કાર્યવાહક, કચ્છ વિભાગ કાર્યવાહક, પ્રાંત શારીરિક પ્રમુખ, રાજકોટ મહાનગર કાર્યવાહક વગેરેની જવાબદારી નિભાવેલ છે. નેશનલ ઇન્સ્યોરન્સના નિવૃત્ત બ્રાન્ચ મેનેજર છે. હાલ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.


2) ડો. માધવભાઈ દવે: ડો.માધવભાઈ દવેએ એલએલએમ, માસ્ટર ઈન જર્નાલિઝમ તથા પીએચડી સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ વ્યવસાયે વકીલ છે. ભારતીય જાણતા પાર્ટીમાં છેલ્લા 30 વર્ષથી સક્રિય છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ મહાનગરમાં મહામંત્રીની જવાબદારી સંભાળે છે. અન્ય સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સેતુબંધ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.


3) કીર્તિદાબેન જાદવ: છેલ્લા 20 વર્ષથી વકીલાતનો વ્યસાય કરે છે. તેણી સેવા ભારતીના કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવે છે. તેણી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
4) ચંદ્રેશ ધોળકિયા: ચંદ્રેશ ધોળકિયાએ બી.કોમ. તથા સી.એ.નો અભ્યાસ કરેલ છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ અકાઉન્ટન્ટસ, રાજકોટના 2016-17માં ચેરમેન તરીકે તથા 2013થી 2015માં ટ્રેઝરર તથા સેક્રેટરીની જવાબદારી નિભાવેલ ચૂકેલ છે. વિવિધ સરકારી અને કો-ઓપરેટીવ બેંકોના ઓડિટર તરીકેની જવાબદારી નિભાવેલ છે. અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.


5) અશોકભાઈ ગાંધી : અશોકભાઈ ગાંધી નિવૃત સિવિલ એન્જીનીઅર છે. તેઓએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં રાજકોટ મહાનગર કાર્યવાહક, રાજકોટ વિભાગ શારીરિક પ્રમુખની જવાબદારી નિભાવેલ છે. અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.


6) મંગેશજી જોશી: મંગેશજી જોષી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના તૃતીય વર્ગ શિક્ષિત પૂર્વ પ્રચારક છે. સંપૂર્ણ પરિવાર સંઘ સમર્પિત છે. પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધનના વિષય પર કામ કરે છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.


7) દીપકભાઈ બકરાણીયા: તેઓએ બી.કોમ. તથા સી.એ.નો અભ્યાસ કરેલ છે. તેઓ ગુર્જર સુથાર જ્ઞાતિ મોરબીના ટ્રસ્ટી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના ઈઅ ભયહહના કો-ઓર્ડીનેટર હતા. તેઓ રાજકોટ નાગરિક બેંક મોરબી શાખામાં શાખા વિકાસ સમિતિના સહ-ક્ધવીનર હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.


8) હસમુખભાઈ હિંડોચા: તેઓ બી.કોમ. તથા એલએલબીનો અભ્યાસ કરેલ છે. વ્યવસાયે જામનગરમાં વકીલ છે. 2009થી 2023 સુધી નવાનગર કો-ઓપરેટીવ બેંકમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવી છે. 2006થી 2012 સુધી જામનગર મહાનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવી છે. 1998થી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિના ટ્રસ્ટી છે. 2019થી શ્રી કસ્તુરબા વિકાસ ગૃહમાં ટ્રસ્ટી છે. 2015થી શ્રી સંસ્કાર તીર્થ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલે ટ્રસ્ટના ટ્રસ્ટી છે. છેલ્લા 3 વર્ષથી ગોઆ શિપ યાર્ડ લિ. (ભારત સરકારનો ઉપક્રમ)માં ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકેની ફરજ બજાવે છે.


9) સુરેન્દ્રભાઈ પટેલ: રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલ છે. એયુડીએના ભૂતપૂર્વ ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીમાં કોષાધ્યક્ષની ફરજ નિભાવેલ છે. તેઓ પાવાગઢ મંદિરના પ્રમુખ ટ્રસ્ટી રહી ચૂકેલ છે. વનવાસી કલ્યાણ પરિષદના પૂર્વ મહામંત્રી રહી ચૂકેલ છે. અને રાષ્ટ્રી સ્વયં સેવક સંઘમાં 6 દાયકાથી સ્વયં સેવક છે.


10) જીવણભાઈ જાગાણી: સિટીઝન કો-ઓપરેટીવ બેંકમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવેલ છે. તેઓ ઋઘછૠઊ એન્ડ ઋઘછૠ ના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓ ગેલેક્સી ગ્રુપના માલિક છે. અગાઉ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવેલ છે.


11) જયશ્રીબેન શેઠ: અભ્યાસે ગ્રેજ્યુએટ છે. તેણી રાષ્ટ્રીય સેવિકા સમિતિના નિધિ પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેણી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ડિરેક્ટર તરીકે સેવા આપેલી છે.


12) લલિતકુમાર વોરા: ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર તથા ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર મંત્રી તરીકે ફરજ બજાવે છે. ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેન તથા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવેલ છે. તેઓ જૈન જાગૃતિ સેન્ટર-સેન્ટ્રલ બોર્ડ મુંબઈના કો-ઓર્ડીનેટર રહી ચૂકેલ છે.


13) દેવાંગ માંકડ: કોમર્સ ગ્રેજ્યુએટ છે. વ્યવસાયે 1993થી કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. તેઓ પંચનાથ હોસ્પિટલ તથા પંચનાથ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના ચેરમેન છે. તેઓ પંચનાથ જીવદયા હોસ્પિટલના પ્રમુખ તરીકેની ફરજ બજાવે છે. તેઓએ 2005થી 2010 સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. 2016થી 2020 સુધી રાજકોટ શહેર ભાજપ મહામંત્રી તથા 2 ટર્મ કોર્પોરેટર રહી ચુક્યા છે.


14) ડો. નરસિંહભાઈ મેઘાણી: હોમીઓપેથીમાં એમડી તથા પીએચડી કરેલ છે. હાલ હોમીઓપેથી ક્ધસલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓ દિવ્ય જીવન સંઘના પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવી ચુકેલ છે. ભારત વિકાસ પરિસદના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલ છે. હોમીઓપેથી વૈદ તરીકે બજરંગ મિત્ર મંડળ, જીવન વિકાસ પરિષદમાં ઓનરરી સેવા આપે છે.


15) નવીનભાઈ પટેલ: અભ્યાસે એમ.કોમ. તથા પી.ડી. માલવિયા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવેલ છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સરકાર નિયુક્ત પૂર્વ સેનેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વિસ્તાર અધ્યાપક મંડળના પૂર્વ ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય અનુસૂચિત જનજાતિ અધ્યાપક મંડળના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.


16) બ્રિજેશ મલકાણ: તેઓ અભ્યાસે બી.કોમ. તથા સીએ છે. વ્યવસાયે સીએની પ્રેકટીસ કરે છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની એસ.વી.પી. રોડ-કેવડાવાડી શાખામાં 2014થી શાખા વિકાસ સમિતિમાં ફરજ બજાવે છે.


17) ભૌમિક રાજેશભાઈ શાહ : અભ્યાસે ખ.ઈઘખ, કકઇ, ઉઈંજઅ, ઈઅ, રજ્ઞયિક્ષતશભ ફીમશજ્ઞિિં, ભયિશિંરશભફયિં ભજ્ઞીતિય જ્ઞક્ષ અઈં કરેલ છે. વ્યવસાયે સી.એ.ની પ્રેકટીસ કરે છે. જયારે 18) કલ્પેશ મનહરલાલ પંચાસરા (ગજ્જર): વ્યવસાયે મશીનરી પાર્ટ્સના ઉત્પાદક છે. બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં સ્વયંસેવક છે.


19) વિક્રમસિંહ જયરાજસિંહ પરમાર: આદિ યોગી નોન સ્ટિકનો વ્યવસાય કરે છે. તેઓ રાજકોટ અપના બજારના પૂર્વ ચેરમેન તથા હાલ ડિરેક્ટર છે. હિન્દૂ જાગરણ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારણી સદસ્ય છે. જયારે 20) ચિરાગ જેન્તીભાઇ રાજકોટીયા: અભ્યાસે એમસીએ છે. તેઓ વ્યવસાયે ડિજિટલ માર્કેટિંગ તથા ઊછઙ તજ્ઞરિૂંફયિની કંપની ચલાવે છે.


21) હસમુખભાઈ ચંદારાણા: ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. વિશ્વ હિન્દૂ પરિષદ-રાજકોટ મહાનગર કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલ છે. રામ ધામ મંદિર-માલિયાસણમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે.


22) શ્રીમતી જ્યોતિબેન ગિરીશભાઈ ભટ્ટ: બીે.એસસી.માં કરેલું છે. શ્રી સેવિકા સહકારી મંડળીના પ્રમુખ રહી ચૂકેલ છે. વિશ્વ હિન્દૂ પરિષદ મહિલા વિભાગના પૂર્વ કાર્યવાહિકા રહી ચૂકેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version