TPOની માનસિકતાના કારણે પોણો ડઝન ટીપી સ્કીમોમાં વિવાદ

લાંબા સમયથી વાંધા સૂચનોનો નિકાલ કરવામાં અખાડા સામે ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિનો મોરચો, આવેદનપત્ર પાઠવી કરેલી રજૂઆત ટાઉન પ્લાનિંગ વિભાગની એક નહીં અનેકવિધ ગેરરીતિઓ સામે…

લાંબા સમયથી વાંધા સૂચનોનો નિકાલ કરવામાં અખાડા સામે ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિનો મોરચો, આવેદનપત્ર પાઠવી કરેલી રજૂઆત

ટાઉન પ્લાનિંગ વિભાગની એક નહીં અનેકવિધ ગેરરીતિઓ સામે આવી રહી છે ત્યારે ટાઉન પ્લાનિંગ અધિકારીની માનસિકતાના કારણે રાજકોટની પોણા ડઝન ટાઉન પ્લાનિંગ સ્કીમમાં વિવાદ ઉભો થયો છે. ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિ દ્વારા ટીપી 31, મોટા માવાની ટીપી સ્કીમ 23 તથા 24, મુંજકાની 19, તથા કોઠારીયા ની 38, 39 અને ટીપી સ્કીમ વડ વાજડી 43 ની સાથોસાથ ગઢ વાજડી 77 ના ખેડૂતોને અન્યાય થયો હોવાની વાત સામે આવી છે. જેમાં ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું કે મોટા મવા ટીપી સ્કીમ 23 24 ના ઇરાદ અને આશરે 17 વર્ષ થઈ ચૂક્યા છે જેમાં 91% ટીપી સ્કીમ પૂર્ણ થઈ ચૂકી છે છતાં ટીપીઓ દ્વારા કપાત નહિ માનસિકતા સાથે કોઈપણ પ્રકારના મનસ્વી નિર્ણયો લઈ લેતા હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. યોગ્ય રજૂઆત કરવા છતાં ટીપીઓ દ્વારા ઉડાવ જવાબ આપતા હોવાની તથા જવાબદારી નો સ્વીકારતા હોવાની એક નહીં અનેકવિધ ફરિયાદો ઉઠી છે.

ખેડૂત સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ અધિકારી અથવા તો તેમની યોગ્ય સત્તાવાળાઓ 1992 અને 2004માં રાજ્ય સરકારના ટાઉન પ્લાનર દ્વારા જે ડ્રાફ્ટ પ્લાન અને ટીપીએસ તૈયાર કરવામાં આવ્યો તેમાં કોઈપણ પ્રકારનો કાયદાકીય નિયમ અને ફરજિયાત માર્ગદર્શિકાનું જે પાલન કરવામાં આવવું જોઈએ તે થયું નથી ફક્ત જમીન સંપાદન કરવા માં મોટા નફા સાથે તેને વહેંચવામાં અને પછી 10 થી 30 વર્ષ સુધી કઈ કાર્ય વિના ટીપીએસ છોડી દેવામાં રસ ધરાવતા હોવાનું જણાવ્યું હતું.

વધુમાં ટાઉન પ્લાનિંગ અધિકારી મોનાબેનની ટીપી સ્કીમો માટે નિમણૂક થયેલી છે તે અરજદારોના થતા પ્રશ્નોના સમાધાન માટે સક્ષમ ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે. પ્રેક્ટીકલી જે નિવારણ ટીપી સ્કીમ માં થવું જોઈએ તેના બદલે જે રીતે ડ્રાફ્ટ થયેલ છે તેની વિરુદ્ધ તથા એક તરફી નિર્ણયો લેતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. મીટીંગ સમયે તથા ત્યારબાદ પણ અરજદારોને ખોટી માહિતી આપતા હોય તથા ખોટી બાંહેધરી આપીને અરજદારોને ગુમરાહ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. સાથોસાથ ન્યાય સંઘર્ષ સમિતિએ તેવી પણ માંગણી કરી છે કે ટીપીઓ મોનાબેનને બદલવામાં આવે. વધુમાં એવી પણ ફરિયાદ ઉઠી છે કે મોટા મોવા ટીપી સ્કીમ નંબર 23 અને 24, મુંજકા ટીપી સ્કીમ 19માં ટાઉન પ્લાનિંગ અધિકારીએ મનસ્વી વલણ દાખવી પ્લોટની કપાત કરી છે.

તો બીજી તરફ મુંજકાની ટીપી સ્કીમ 18 તથા 19 ટીપી સ્કીમ બંનેના ડ્રાફ્ટ સાથ મંજૂર થયા હતા ત્યારે મૂંઝકા 18 ડ્રાફ્ટ મુજબ ફાઇનલ થયેલ હોય અને કોઈપણ બિનખેતી પ્લોટ કે મૂળ માલિક પાસેથી જમીન કપાત કરેલી નથી તો એક જ સમયે બંને સ્કીમોનો ડ્રાફ્ટ મંજૂર થાય તો ટીપી સ્કીમ 19 માં કપાસનું ધોરણ વધારવાનું કારણ શું ? કેમકે પણ વિરોધના સુર ઉઠ્યા છે. બીજી તરફ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું કે મૂંઝકા ટાઉન પ્લાનિંગ સ્કીમ 19 માં જેમ જેમ સમય જતો રહ્યો તેમ તેમ અનેક ટીપી અધિકારીઓ બદલતા ગયા છતાં નવી નવી કપાત, નવા નિયમો, તથા ખેડૂતો પ્રત્યેનું વલણ જે જોવા મળ્યું તે અયોગ્ય છે. ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિએ આવેદનપત્ર પાઠવતા કહ્યું હતું કે ટાઉન પ્લાનિંગ સ્કીમ ના કાયદામાં કોઈપણ એવી જોગવાઈ નથી કે બિનખેતી થયેલ પ્લોટ, વેચાણ થયેલ હોય તે પ્લોટ કે મૂળ માલિક પાસે બાકી રહેતા પ્લોટમાં કપાત કરવામાં આવે.

ટીપી 31 (રાજકોટ)માં સ્વતંત્ર ખંડ ફાળવવાની માંગ
અગાઉ નગરરચના યોજના 23 અને 24માં પણ સોગંદનામાને આધારે અલગ અલગ અંતિમ ખંડની ફાળવણી કરવામાં આવી હતી તેમજ હાલમાં નગર રચના યોજના 14 રાજકોટમાં પણ સોગંદનામાને આધારે અલગ અલગ અંતિમ ખંડની ફાળવણી કરવામાં આવી છે ત્યારે 31 નગર રચના યોજનામાં સ્વતંત્ર ખંડ ફાળવવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે.

ટી.પી.સ્કીમ સમય મર્યાદામાં પૂર્ણ થાય તો જ મળી શકે ન્યાય
બીજી મહત્વની વાત તો એ છે કે ટાઉન પ્લાનિંગ 31 રાજકોટ સ્કીમ 13 ઓગસ્ટ 2012માં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી છે. તે પછી 14 વર્ષ જેટલો સમય વીતી ગયો દરમિયાન અલગ-અલગ ટાઉન પ્લાનિંગ અધિકારીઓ બદલતા રહ્યા છે. પરંતુ ખેડૂતોને ન્યાય આપવાની વાત આવે ત્યારે સરકાર શું કામ કોઈપણ ટીપી સ્કીમ જે સમય મર્યાદાની અંદર પૂર્ણ નથી થતી તેવી રાજકોટની અનેક ટીપી સ્કીમો જે સરકારના ચોપડે 10 થી 15 વર્ષ સુધી ટીપીઓની યોગ્ય કામગીરી તથા સરકારના સંકલન ન હોવાના કારણે ખેડૂતોને યોગ્ય ન્યાય મળતો નથી. ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિએ એવી પણ માંગણી કરી છે કે ડ્રાફ્ટ સ્કીમ મુજબ કપાતની ટકાવારી યથાવત રાખી ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવે કારણ કે અગાઉના ટીપીઓ દ્વારા ટીપી સ્કીમ મંજૂર કરેલ હોય તેમાં કોઈપણ કપાત કરવામાં આવ્યું નથી તો હવે શું કામ ?