Site icon Gujarat Mirror

ગીર ગઢડાની પાંડેરી પ્રા.શાળાના વિવાદિત આચાર્યની અંતે બદલી

ગીર ગઢડા તાલુકાની પાંડેરી પ્રાથમિક શાળાના આચાર્ય માનસિંહભાઈ બારડના મનસ્વી વર્તન અને શાળામાં બાળકોના અભ્યાસ માં રુચિ પણ દાખવતાના હોય આ અંગેની ગ્રામજનો દ્વારા વારંવાર શિક્ષણ વિભાગ ને ફરિયાદ કરવા છતાં પણ કોઈ પગલા ભરવામાં આવતા ના હોય અને અંતે સમસ્ત ગ્રામજનો એ તેમજ શાળા માં અભ્યાસ કરતા બાળકો ના વાલી ઓએ આચાર્યની બદલી ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય નો બહિષ્કાર કરવાનું નક્કી કરતા ગત તારીખ 15 જૂન થી શાળા માં અભ્યાસ કરતા 82 વિધાર્થી માંથી એક પણ વિધાર્થી શાળા એ ગયેલ નહીં અને ગ્રામજનો તેમજ વાલી ઓએ પોતાની એકતાના દર્શન કરાવતા હોય તેમ અને બાળકોનો અભ્યાસ પણ ના બગડે એ માટે કોળી સમાજ ની વાડી માં ગામ ના શિક્ષિત યુવાનો અભ્યાસ કરાવતા અંતે આજે આ વિવાદિત આચાર્ય માનસિંહભાઈ બારડની ઉના તાલુકાના પાલડી ગામની પ્રાથમિક શાળામાં બદલીનો ઓર્ડર ગ્રામજનો ની સામે મૂકતા ગ્રામજનોએ પોતાના બાળકોને અભ્યાસ કરવા શાળાએ મોકલેલ હતા અને અંતે 4 દિવસ બાદ ગામજનો અને વાલી દ્વારા જે એકતા બતાવામાં આવી તેમની જીત થઈ હતી અને આચાર્ય ની બદલી કરવામાં સફળતા મળી હતી આમ એક સમરસ ગામ ની એકતા શું ના કરી શકે તે મારી બતાવ્યું અને આજે પણ ગ્રામજનો માંથી શુર ઊઠવા પામેલ કે શાળા ના વિવાદિત આચાર્ય સામે વાંધો હતો અને આચાર્યને શૈક્ષણિક કાર્યમાં રસ બતાવતાના હતા અને પોતાની મનમાની કરતા હોવાથી તેની અસર બાળકો ના અભ્યાસ પર પડતી હતી અને આ અંગે અનેક વખત ઉચ્ચકક્ષા એ રજૂઆતો પણ કરી હતી પણ પરિણામ ના મળતા નાછૂટકે શિક્ષણનો બહિષ્કાર કરવાની ફરજ પડી હતી હાલ શાળાના આચાર્ય તરીકેનો ચાર્જ શાળાના ઉપશિક્ષક અશ્વિનભાઈ સોસાને આપવામાં આવેલ છે અને 4 દિવસ બાદ આજ થી શાળા માં બાળકો અભ્યાસ કરવા પોહચી ગયેલ.

Exit mobile version