અયોધ્યા દાનચોરી કેસના મુખ્ય આરોપીની પત્નીના નામે ક્ધસ્ટ્રકશન કંપની: પ્રથમ વર્ષે જ મળ્યો 45 લાખનો સરકારી ઠેકો

અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના ચઢાવા (દાન)માં કથિત ગબનના કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ…

અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના ચઢાવા (દાન)માં કથિત ગબનના કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવને લઈને પોલીસને હવે મહત્વપૂર્ણ આર્થિક કડી (મની ટ્રેલ) મળી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીએ પોતાની પત્નીના નામે એક ક્ધસ્ટ્રક્શન કંપની શરૂૂ કરી હતી, જેને નોંધણીના પ્રથમ જ વર્ષે લાખો રૂૂપિયાનું સરકારી કામ મળ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી અને તેના પરિવારના બેંક ખાતાઓની તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. આ જ તપાસના આધારે પોલીસ એક એવી ક્ધસ્ટ્રક્શન ફર્મ સુધી પહોંચી છે, જે લોક નિર્માણ વિભાગ (PWD)માં નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે કંપનીને મળેલા સરકારી કોન્ટ્રાક્ટ અને કથિત ગબન વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં.
પ્રાથમિક તપાસ મુજબ વર્ષ 2023માં ટિન્નુ યાદવની પત્ની પૂનમ દેવીના નામે ક્ધસ્ટ્રક્શન કંપનીની નોંધણી કરવામાં આવી હતી. આ કંપનીને ઉત્તર પ્રદેશના લોક નિર્માણ વિભાગ (PWD)માં સત્તાવાર રીતે રજિસ્ટર કરવામાં આવી હતી.

ચોંકાવનારી વાત એ છે કે, નોંધણી થયા બાદ પ્રથમ જ વર્ષે કંપનીને લગભગ ₹45 લાખનું સરકારી કામ ફાળવવામાં આવ્યું હતું. હાલ પોલીસ આ કોન્ટ્રાક્ટની પ્રક્રિયા, નાણાંની હેરફેર અને કંપનીના વ્યવહારોની વિગતવાર તપાસ કરી રહી છે.જૂન મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન અયોધ્યાના રામ મંદિરના ભક્તો દ્વારા અપાયેલા દાનમાં ગેરરીતિ અને ગબનની ફરિયાદો સામે આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને વિશેષ તપાસ ટીમ (જઈંઝ)ની રચના કરી હતી અને પ્રાથમિક તપાસ માટે 15 દિવસનો સમય આપ્યો હતો. એસઆઈટીએ પોતાની શરૂૂઆતની તપાસ પૂર્ણ કરીને 23 જૂને રાજ્ય સરકારને અહેવાલ સોંપ્યો હતો. ત્યારબાદ મળેલા પુરાવાના આધારે 25 જૂને સત્તાવાર ઋઈંછ નોંધવામાં આવી.
અને પોલીસ કાર્યવાહી શરૂૂ થઈ.

આ કેસમાં અત્યાર સુધી કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ ઉપરાંત અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રામશંકર મિશ્રા અને સુભાષ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. પોલીસ હવે આરોપીઓ વચ્ચેના નાણાકીય વ્યવહારો, દાનની રકમના વહેંચાણ અને સમગ્ર ગબનના નેટવર્કની તપાસમાં વ્યસ્ત છે.