સોનાની ઈમ્પોર્ટ ડ્યૂટીના નિયમો વધુ કડક બનાવતી કેન્દ્ર સરકાર

સરકારે સોનાની આયાત પર મોટો નિર્ણય લેતા ગોલ્ડ ઇમ્પોર્ટ નિયમોને વધુ કડક કર્યાં છે. 2 દિવસ પહેલા ગોલ્ડ પર ડ્યૂટી 6 ટકાથી વધારી 15 ટકા…

સરકારે સોનાની આયાત પર મોટો નિર્ણય લેતા ગોલ્ડ ઇમ્પોર્ટ નિયમોને વધુ કડક કર્યાં છે. 2 દિવસ પહેલા ગોલ્ડ પર ડ્યૂટી 6 ટકાથી વધારી 15 ટકા કરી દેવામાં આવી હતી. હવે સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ એટલે કે એએ (Advance Authorization Scheme) હેઠળ ડ્યૂટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટના નિયમોને પણ કડક કર્યાં છે. હકીકતમાં આ સ્કીમ હેઠળ એક્સપોર્ટના ઉદ્દેશ્યથી કારોબારી ડ્યુટી ચુકવ્યા વગર સોનું આયાત કરી શકે છે. સરકારને આશંકા છે કે વધેલી ઇમ્પોર્ટ ડ્યૂટી બાદ કેટલાક લોકો આ સ્કીમનો ખોટો ઉપયોગ કરી શકે છે અને મોટા પાયા પર સોનાની આયાત કરી કિમત આર્બિટ્રેઝનો ફાયદો ઉઠાવી શકે છે. આ સંભાવનાને રોકવા માટે સરકારે ઘણા નવા નિયંત્રણ ઉપાય લાગૂ કર્યાં છે.

સરકારે નવો નિયમ લાગૂ કરતા એડવાન્સ ઓથોરાઇઝેશન પર મહત્તમ 100 કિલો સોનાની આયાત મર્યાદા નક્કી કરી દીધી છે. તેનો ઉદ્દેશ્ય મોટા પાયા પર ડ્યુટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટને નિયંત્રિત કરવાનો છે.
હવે જે નવા કારોબારી પ્રથમવાર આ સ્કીમ હેઠળ અરજી કરશે, તેના મેન્યુફેક્ચરિગ યુનિટનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. એટલે કે અધિકારીઓની ટીમ સ્થળ પર જઈને તપાસ કરશે કે ત્યાં ખરેખર ઉત્પાદન ગતિવિધિઓ થઈ રહી છે કે નહીં.

સરકારે તે પણ સ્પષ્ટ કરી દીધું કે જૂના ઓથોરાઇઝેશન હેઠળ ઓછામાં ઓછા 50 ટકા એક્સપોર્ટ કર્યા બાદ જ નવું ઓથોરાઇઝેશન જારી કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય તે ખાતરી કરવાનો છે કે કારોબારી ઘણા અલગ-અલગ ઓથોરાઇઝેશન લઈને 100 કિલોની મર્યાદાનો નજરઅંદાજ ન કરે.

હવે આ સ્કીમનો ફાયદો લેનાર કારોબારીઓએ દર 15 દિવસે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વિગતો આપવી પડશે. આ સિવાય પ્રાદેશિક કાર્યાલયોને પણ દર મહિને જારી કરવામાં આવેલા ઓથોરાઇઝેશન અને તેની સાથે જોડાયેલો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો રિપોર્ટ સરકારને મોકલવો પડશે.

નિષ્ણાંતોનું માનવું છે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય કિમતોમાં મોટું અંતર પેદા થઈ શકે છે. તેવામાં કેટલાક કારોબારી ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટ સ્કીમનો ઉપયોગ કરી ભારે નફો કમાવાનો પ્રયાસ કરી શકે છે. સરકારનું ધ્યાન હવે તેની ખાતરી કરવા પર છે કે એએ સ્કીમનો ઉપયોગ માત્ર વાસ્તવિક એક્પોર્ટ ગતિવિધિ માટે થાય અને કોઈ પ્રકારની સટ્ટાબાજી કે ટેક્સ બચાવવા માટે તેનો દુરૂૂપયોગ ન થાય.