Site icon Gujarat Mirror

ભાજપના રાજકીય કાર્યક્રમોમાં જીટીયુના કુલપતિની હાજરીથી કોંગ્રેસ કાળઝાળ

ભાજપાના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલ પક્ષીય કાર્યક્રમમાં જોડાયેલ સરકારી વેતન અને સુવિધા મેળવતા વરિષ્ઠ તબિબો અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિએ કરેલ નિયમોના ઉલ્લંઘન અંગે મહામહિમ રાજ્યપાલશ્રી અને રાજ્યના મુખ્ય સચિવશ્રીને પત્ર લખીને કડક પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપાના પક્ષીય કાર્યક્રમ તા. 1 ફેબ્રુઆરીના રોજ કમલમ ખાતે યોજાયો હતો.

જેમાં સરકારી કર્મચારી, સીવીલ હોસ્પીટલના સુપ્રિટેડન્ટ ડો. રાકેશ જોષી, પેરાપ્લેજીયા વિભાગના વડા ડો. પિયુષ મિત્તલ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. રાજુલ ગજ્જર જોડાયા હતા. ઉપરોક્ત ત્રણેય સરકારી કર્મચારીઓએ ગુજરાત સર્વીસ રુલ્સનો સદંતર ઉલ્લંઘન કરેલ છે. સાથોસાથ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ ગજ્જરે ગુજરાત સરકાર અને ગુરજારત પબ્લીક યુનિવર્સિટી એક્ટના ચેપ્ટર-3 જોડાણ 15(એફ) નું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરેલ છે. સરકારી નાણાંથી વેતન અને સુવિધાઓ મેળવતા વરિષ્ઠ સરકારી કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પક્ષીય કાર્યક્રમમાં જોડાઈને સરકારી સેવાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.

આ ઘટના રાજ્યમાં ભાજપા દ્વારા સરકારી મશીનરી અને કર્મચારીઓના બેફામ રાજકીય દુરુપયોગનું સ્પષ્ટ ઉદાહરણ છે. આ કૃત્ય સીધું જ ગુજરાત સિવિલ સર્વિસીસ (ક્ધડક્ટ) રૂૂલ્સ, 1971ના નિયમ 5નું ઉલ્લંઘન છે, જેમાં સરકારી કર્મચારીને કોઈપણ રાજકીય પક્ષ અથવા રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા, સહયોગ આપવા કે સંલગ્ન રહેવાની સખત મનાઈ છે. આ ઉપરાંત, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ ગજ્જરે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023નું પણ ઉલ્લંઘન કર્યું છે, જેમાં કુલપતિને રાજકીય પક્ષ અથવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહેવાની પ્રતિબંધ છે.

રાજ્યના બંધારણીય વડા તરીકે મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરવામાં આવી છે કે, આ ગંભીર બાબતની તાત્કાલિક તપાસ કરાવીને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ કરી છે.

Exit mobile version