સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોનટીચિંગ ભરતીનું કોકડું ગૂંચવાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી નોન ટીચિંગ સ્ટાફની ભર્તીનું કોકડું ગુચવાયું છે. યુનિવર્સીટીમાં વહીવટી કર્મચારીઓની જગ્યાઓ ખાલી માટે મંગાવવામાં આવેલી અરજી અંગે સરકાર…

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી નોન ટીચિંગ સ્ટાફની ભર્તીનું કોકડું ગુચવાયું છે. યુનિવર્સીટીમાં વહીવટી કર્મચારીઓની જગ્યાઓ ખાલી માટે મંગાવવામાં આવેલી અરજી અંગે સરકાર માંથી કોઈ નિર્ણય નહી આવતા આ ખાલી જગ્યાઓ ઉપર નવી નિમણૂંકની પ્રક્રિયા ઘોચમાં પડી છે. નોનટીચિંગની 122 ખાલી જગ્યા ઉપર અરજીઓ મંગાવવામાં આવતા 1400થી અરજીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ ભરતી પ્રક્રિયામાં લેખિત પરિક્ષા બાદ તેના આધારે મેરીટ તૈયાર કરી નિમણૂંક આપવામાં આવશે તેમ ભરતી કમિટીના સભ્યએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની નોન ટીચિંગ સ્ટાફની ખાલી જગ્યામાં મુખ્યત્વે ડેટા એન્ટ્રી ઓપરેટર અને આસીસ્ટન્ટ ક્લાર્કની જગ્યાઓ પર વધુ અરજીઓ આવી છે. જેમાં કેટલીક અરજીઓ મુદત પુરી થયા બાદ મળી હોવાનું જાણવા મળ્યું છે. તે અંગે આગામી દિવસોમાં ભરતી કમિટી નિર્ણય લેશે. જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં નોનટીંગીગ કર્મચારીઓની અંદાજે 122 ખાલી જગ્યાઓ ઉપર નવી નિમણૂંક માટે રાજ્ય સરકાર દ્વારા મંજુરી મળ્યા બાદ ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.

નોન ટીચીંગ કર્મચારીઓની નિમણુંક કરવા માટે લેખિત પરીક્ષા ક્યારે લેવી તેમજ સમય મર્યાદા બહાર જે અરજીઓ આવી છે. તેને ગ્રાહ્ય રાખવી કે કેમ ? તે સહીતની બાબતો ઉપર હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે હાલ આ ભરતી પ્રક્રિયા ઘોચમાં પડી છે.

ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાયમી રજીસ્ટ્રાર તરીકેની ભરતી માટેના ઈન્ટરવ્યૂ યોજાયા બાદ ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીના રજીસ્ટ્રારની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાયમી રજીસ્ટ્રાર તરીકે પસંદગીની બહાલી માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે પણ રાજ્ય સરકારની મંજુરીનો નિર્ણય હજુ આવ્યો નથી જેથી કાયમી રજીસ્ટ્રારની નિમણુંકનો મુદ્દો પણ હાલ વિલંબમાં પડ્યો છે.

રજીસ્ટ્રારની 26 ખાલી જગ્યાઓ ભરવા માટે રોસ્ટર મંજૂર કરવાની દરખાસ્ત ચાર મહિના પહેલાં કરવામાં આવી હોવા છતાં તે અંગે પણ ગાંધીનગરથી કોઇ નિર્ણય લેવાયો નથી. જેથી તે ભરતી પ્રક્રિયા પણ હાલ અટકી પડી છે.