Site icon Gujarat Mirror

કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનો દીકરો પીધેલ હાલતમાં ઝડપાયો

પહેલા પોલીસે જવા દીધો, વીડિયો વાયરલ થતા માધવપુરા પોલીસે કહ્યું ગુનો નોંધાશે

અમદાવાદમાં ગઇકાલે(22 માર્ચ) રાત્રે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો દીકરો દારૂૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજે દારૂૂ પીધેલી હાલતમાં પોલીસ સાથે પણ તકરાર કરી હતી, જે બાદ યુવરાજ અને તેના મિત્રને માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. યુવરાજ સામે અત્યાર સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે હવે વીડિયો વાઇરલ થતા વીડિયોના આધારે ગુનો નોંધવામાં આવશે.

અમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે ગઇકાલે રાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના બની હતી. જેને લીધે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંને નબીરાને ઝડપીને કારની તપાસ કરતા તેમાંથી દારૂૂની બોટલ મળી આવી હતી. આ પછી ત્યાં હાજર ટ્રાફિકના TRB જવાનને બોલાવી 112ને જાણ કરી હતી. આ દરમિયાન એક કોન્સ્ટેબલ પણ કારમાં બેસીને તપાસ કરતો હતો.

જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસની નજર સામે જ ડ્રાઈવિંગ સીટની બાજુમાં દારૂૂની બોટલ હતી અને પાછળની સીટમાં પણ દારૂૂની બોટલ હતી. આ સમગ્ર દૃશ્ય વીડિયોમાં પણ દેખાય છે. ત્યાર પછી સ્થળ પર આવેલી પોલીસ બંનેને વાનમાં બેસાડી માધવપુરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં બંનેની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ સમાધાન કરીને છોડી મૂકાયા હતા. દારૂૂ પીધેલા યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ત્યારે જાણ થઈ હતી કે દારૂૂ પીધેલી હાલતમાં બીજું કોઈ નહીં, પરંતુ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ છે. જોકે રાજકીય નેતાનો દીકરો હોવાથી પોલીસે આ મામલે સમાધાન કરીને આરોપીને છોડી દીધો હતો.

Exit mobile version