Site icon Gujarat Mirror

જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારને મહિલા મતદારે તતડાવી નાખ્યા

જામનગર શહેરમાં ચાલી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 10માં પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતી જોવા મળી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ચારેય ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રચાર અને મત માંગણી માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ભાજપની એક મહિલા ઉમેદવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં મત માંગણી દરમિયાન તણાવ ઉભો થયો હતો.

માહિતી મુજબ, મહિલા ઉમેદવાર દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું, જેના પગલે બંને પક્ષ વચ્ચે શાબ્દિક ચર્ચા થઈ હતી. થોડી ક્ષણો માટે મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ બન્યું હતું. જોકે ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર તથા કાર્યકરો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. હાલ ઘટનાને લઈને કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કે કોઈ અન્ય કાર્યવાહી થઈ હોવાની માહિતી પ્રાપ્ત નથી, પરંતુ ચૂંટણીના માહોલમાં આવી ઘટનાઓને કારણે તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Exit mobile version