Site icon Gujarat Mirror

10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદ

મિત્રતાના દાવે અંગત જરૂૂરિયાત માટે લીધેલા રૂૂપિયા 10.30 લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવા અંગે એલ્યુમિનિયમ – મેટલ ધંધાર્થી દંપતી સામે એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ, રાજકોટ ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીના મેનેજર રૂૂષભ નિલેશભાઈ આડેસરા પાસેથી પામ યુનિવર્સ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, શિલ્પન ઓનિકસ પાસે, રાજકોટમાં રહેતા અને શ્રીજી એલ્યુમીનીયમના નામે ધંધો કરતા જીતેન્દ્ર પ્રવીણભાઈ કારેલીયા તથા ધારા જીતેન્દ્ર કારેલીયાએ તેમની જરૂૂરીયાત સબબ કુલ રકમ રૂૂા. 10.30 લાખ અલગ-અલગ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરાવી લીધા હતા.

એક માસમાં પરત આપવાની બાંહેધરી આપેલ હોય જેથી રકમ રિપેમેન્ટ કરવા જોઈન્ટ એકાઉન્ટનો રૂૂા. 10.30 લાખનો ચેક ઈસ્યુ કર્યો હતો. જે ચેક ઋષભ આડેસરાએ બેંકમાં રજુ કરતા ચેક રિટર્ન થતા તેની લીગલ ડિમાન્ડ નોટીસ પાઠવવા છતા ચેકની રકમ ન ચુકવતા આરોપી દંપતી જીતેન્દ્ર કારેલીયા અને ધારાબેન કારેલીયા વિરુદ્ધ ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાની ઋષભ નિલેશભાઈ આડેસરા દ્વારા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આ કામમાં ફરીયાદી વતી યુવા એડવોકેટ કિશન એચ. માંડલીયા, યશ માણેક, પ્રદિપ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, પ્રજ્ઞેશ ચૌહાણ, જયરાજસિંહ ચૌહાણ, રમીઝ સાંકરીયાણી રોકાયા છે.

Exit mobile version