ગુજરાત

દ્વારકામાં મહિલાને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ

Published

on

દ્વારકામાં પૂર્વ દરવાજાની બહારના વિસ્તારમાં રહેતા અને શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા ભારતીબેન કરસનભાઈ વેલજીભાઈ વેગડ નામના 45 વર્ષના પ્રજાપતિ મહિલા તેમના ઘરે એકલા હતા, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા હરીશભાઈ વેલજીભાઈ વેગડ તથા પ્રજ્ઞાબેન હરીશભાઈ વેગડએ ફરિયાદી ભારતીબેન સાથે ઝઘડો કરવાના ઈરાદાથી તેમના ઘરે આવી અને અહીં કુંડા પછાડી, તેમની સાથે આવેલા બે અન્ય અજાણ્યા મહિલાઓ સહિત તમામ ચારએ તેમને ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


ભીમરાણાના શખ્સ સામે ફરિયાદ
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા રમેશભાઈ રાયસીભાઈ ચાસિયા નામના 20 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેના મિત્રો સાથે તેના જુના શેઠ પાસે ઉછીના પૈસા લેવા ગયા હતા. ત્યારે ભીમરાણા ગામના શિવરાજ ઉર્ફે પપૈયો હાથલ નામના શખ્સે ફરિયાદી રમેશભાઈના શર્ટનો કોલર પકડી અને ફડાકા ઝીંકી માર માર્યાની તથા તેની સાથે રહેલા સાહેદ તેના મિત્ર વાલાભાઈ શીવાભાઈ રોશિયા અને શિવુ રાજુભાઈ રોશિયાને પણ ઝાપટ મારી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.ટી. એસ.સી. સેલના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.


બેહ ગામના પ્રૌઢ ઉપર હુમલો
ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા કાળુભાઈ કાનાભાઈ પતાણી નામના 55 વર્ષના ગઢવી પ્રૌઢ ગત તારીખ 7 ના રોજ તેમના ઘરે સુતા હતા. ત્યારે અહીં આવેલા ગોપાલ કાના વાનરીયા નામના શખ્સએ તેમના પિતા અને ભાઈઓ ભીમા કાના વાનરીયા તથા પેથા કાના વાનરીયા અને કાના ડાવા વાનરીયા નામના કુલ ચાર શખ્સોએ બિભત્સ ગાળો કાઢી , ઢીકાપાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કારૂૂભાઈ પતાણી દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version