રાષ્ટ્રીય

કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.6.50નો વધારો

Published

on


બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવમાં આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટમાં થયો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે.


ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6.50 રૂૂપિયાનો વધારો કર્યો છે. આ સાથેજ હવે દિલ્હીમાં ભાવ 1646 રૂપિયાથી વધીને 1652.50 રૂપિયા થઈ ગયો છે. ચારેય મહાનગરમાં આ ભાવવધારો જોવા મળ્યો છે. કોલકાતામાં જે સિલિન્ડર પહેલા 1756 રૂપિયામાં મળતો હતો તે હવે આજથી 1764.50 રૂપિયામાં મળશે. મુંબઈમાં ભાવ 1598 રૂપિયાથી વધીને 1605 રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે ચેન્નાઈમાં આ સિલિન્ડર માટે પહેલા 1809.50 રૂપિયા ચૂકવવા પડતા હતા અને આજથી હવે 1817 રૂપિયા આપવા પડશે. કંપનીઓએ કોલકાતામાં સૌથી વધુ 8.50 રૂપિયાનો વધારો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version