રાષ્ટ્રીય

ફી પરત નહીં આપનાર કોલેજોની માન્યતા રદ થશે: UGC

Published

on

શિક્ષણ સચિવની નોટિસ જાહેર: આકરી ફ્રેમ વર્ક તૈયાર કરાઇવિદ્યાર્થી-વાલીઓને સમયમર્યાદામાં અરજી કરવા સૂચના


યુજીસીએ વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ બાદ ફી રિફંડને લઈને નવી પોલિસી બનાવી છે. ફી રિફંડ પોલિસી 2024ને પહેલાની પોલિસી કરતા થોડી વધારે કડક બનાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, જો સમય રહેતા કોઈ વિદ્યાર્થીને ફી કોલેજ તરફથી પાછી નહીં આપવામાં આવે તો સંબંધિત કોલેજની માન્યતા રદ પણ થઈ શકે છે. તેની સાથે જ કોલેજના અનુદાનને રોકવાથી લઈને ડિફોલ્ટર લિસ્ટમાં નાખવાની જોગવાઈ પણ કરી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયમાં સચિવ મનીષ જોશીએ આ બાબતે એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં એ નિયમો અને કાયદા કાનૂનનો હવાલો આપ્યો છે, જે અંતર્ગત ફી નહીં પરત કરવાની સ્થિતિમાં કોલેજની માન્યતા રદ કરવાનો ઉલ્લેખ છે. આ નિયમ એન્જીનિયરીંગ, મેડિકલ સહિત અન્ય કોલેજો પર પણ લાગૂ થશે.


યૂજીસીએ કોલેજ પ્રશાસન પર ફી નહીં પરત કરવાની સ્થિતિમાં આકરી ફ્રેમ વર્ક તૈયાર કરી છે. તેમાં ઓનલાઈન અને ઓપન એડ ડિસ્ટેંસ લર્નિંગ પાઠ્યક્રમોનો અભ્યાસ કરાવાની મંજૂરી પાછી લેવી, સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો પાછો લેવાથી લઈને નામ ડિફોલ્ટર યાદીમાં નાખીને પ્રસિદ્ધ કરવા સુધીની જોગવાઈ છે.


મનીષ જોશીએ નોટિસમાં જણાવ્યા અનુસાર, તેના માટે છાત્રો અને વાલીઓને પણ નિયમના દાયરામાં રહીને અરજી કરવી પડશે. મતલબ ફી પાછી લેવાનો એક નિશ્ચિત સમયમર્યાદા હોય છે. તેથી આ મર્યાદાની અંદર છાત્ર અથવા વાલીને અરજી કરવાની રહેશે, જેથી સમય રહેતા ફી પાછી લઈ શકાય.


યૂજીસીને કેટલાય વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી એ બાબતે ફરિયાદ મળી હતી કે, હાયર એજ્યુકેશન સિસ્ટમમાં ઘણી વાર જોવા મળ્યું છે કે, અપરિહાર્ય કારણોમાં જો કોઈ વિદ્યાર્થી સંસ્થામાંથી પોતાનું નામ પાછું લે છે તો તેને નિયમોના દાયરા અનુસાર કોલેજમાંથી ફી પાછી મળતી નથી. આવી ફરિયાદકર્તા વિદ્યાર્થી અને વાલીઓની સંખ્યા સતત વધતી જતી હતી. મનીષ જોશીની નોટિસ અનુસાર, એડમિશનની છેલ્લી તારીખ નોટિસમાં હોવાથી 15 દિવસ અથવા તેની પહેલા સીટ છોડવા પર 100 ટકા ફી પાછી થશે. તેની સાથે એડમિશન પ્રવેશની છેલ્લી તારીખ હોવાના 15 દિવસથી ઓછા હોવા પર 90 ટકા ફી પાછી થશે. એડમિશન પ્રવેશની છેલ્લી તારીખ બાદના 15 દિવસ થવા પર 80 ટકા પાછી થશે. તેનાથી ઉપર 15થી 30 દિવસની વચ્ચે 50 ટકા ફી પાછી મળશે. એડમિશનના એક મહિના અથવા 30 દિવસ વીતી ગયા બાદ કોઈ ફી પાછી મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version