Site icon Gujarat Mirror

ધારાસભ્યો સહિતના પદાધિકારીઓના પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરની સૂચના

રાજકોટ જિલ્લાની ડિસેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં જન પ્રતિનિધિઓએ રજૂ કરેલા વિવિધ 51 પ્રશ્નો વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના પ્રશ્નના જવાબમાં કલેક્ટરે તમામ સરકારી વિભાગના અધિકારીઓને તેમના વિભાગ દ્વારા થયેલા વિકાસ કામોની સંપૂર્ણ માહિતી ધારાસભ્યને પૂરી પાડવા સૂચના આપી હતી. સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની સફાઈ તથા અન્ય આનુષંગિક સેવાઓ વિશે કલેક્ટરે સંપૂર્ણ વિગતો મેળવી હતી અને ડીન ડો.મોનાલી માકડીયાને યોગ્ય કરવા તાકીદ કરી હતી. તમામ સરકારી કચેરીઓમાં સોલાર રૂૂફટોપ ઇન્સ્ટોલ કરવા પણ કલેક્ટરે અનુરોધ કર્યો હતો.

કાર્યપાલક ઇજનેર એસ. એસ. જાનીએ જણાવ્યું હતું કે પોસ્ટ મોનસૂન સર્વેમાં 176 જર્જરિત અને વણવપરાયેલી મિલકતો નિયત કરાયા છે, જે પૈકી 76 બિલ્ડીંગ તોડી પડાયા છે અને બાકીના 100 બિલ્ડીંગો કોર્ડન કરી નાગરિકોને અવરજવર ન કરવા અને સાવચેત રહેવાની સૂચના લગાવી દેવાઈ છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવીઝન (SIR)ની કામગીરી નિયત સમયમાં અને અસરકારક રીતે પૂર્ણ કરવા બદલ કલેક્ટરએ આ કાર્ય સાથે સંલગ્ન તમામ અધિકારીઓ અને કર્મચારીઓની સરાહના કરી હતી. આ બેઠકમાં પડવલા-પીપલાણા રોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ, એઈમ્સથી હીરાસર એરપોર્ટ સુધી સિટી બસ શરૂૂ કરવા, સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા, પી.એમ. સૂર્યઘર યોજના વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર એન.કે.મુછારે ઉપસ્થિતોને આવકાર્યા હતા.

મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સામાજિક ન્યાય અને અધિકારી સમિતિના અધ્યક્ષ ભાનુબેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, આસીસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, ડી.સી.પી. હેતલ પટેલ તથા રાકેશ દેસાઇ, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, રૂૂડાના ચેરમેન ગૌતમ મિયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, એડીશનલ કલેક્ટર ઈલાબેન ચૌહાણ, નાયબ કલેક્ટર ઈશિતા મેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયંક ગલચર, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડા, પ્રાંત અધિકારીઓ રાહુલ ગમારા, એન.એમ. તરખલા, ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી અને આર.આર. ખાંભરા સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version