પાપડની આડમાં છૂપાવેલા 4 કરોડના પોષડોડા ઝડપાયા

ગુજરાત પોલીસની સતર્કતા સામે બુટલેગરો અને માદક પદાર્થોના તસ્કરોની ચાલાકી વધુ સમય ટકી શકી નથી. સુરત જિલ્લા કઈઇએ ચોખાની પાપડીની આડમાં રાજસ્થાન લઈ જવાતો અંદાજે…

ગુજરાત પોલીસની સતર્કતા સામે બુટલેગરો અને માદક પદાર્થોના તસ્કરોની ચાલાકી વધુ સમય ટકી શકી નથી. સુરત જિલ્લા કઈઇએ ચોખાની પાપડીની આડમાં રાજસ્થાન લઈ જવાતો અંદાજે રૂૂ. 4.04 કરોડનો પોષડોડાનો જથ્થો ઝડપી પાડી આંતરરાજ્ય નશાના વેપારને મોટો ઝટકો આપ્યો છે. આરોપીઓએ પોલીસને ચકમો આપવા માટે આશરે 1,200 કિલોમીટરનો લાંબો રૂૂટ અપનાવ્યો હતો, પરંતુ સુરત ગ્રામ્ય કઈઇની સચોટ બાતમી અને સતત નજર રાખવાના કારણે તેમનો સમગ્ર પ્લાન નિષ્ફળ ગયો.

સામાન્ય રીતે મધ્યપ્રદેશના રતલામથી રાજસ્થાનના જોધપુર સુધીનું અંતર આશરે 500 કિલોમીટર જેટલું છે. જોકે પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપીઓએ રતલામથી નવાપુર મારફતે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ધૂલિયા-હજીરા હાઈવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી ફરી રાજસ્થાન પહોંચવાનો અંદાજે 1,180થી 1,235 કિલોમીટરનો લાંબો માર્ગ પસંદ કર્યો હતો. આ રૂૂટ અપનાવવાનો હેતુ વિવિધ રાજ્યોની તપાસ એજન્સીઓ અને ચેકપોસ્ટથી બચવાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સુરત જિલ્લા કઈઇના પી.આઈ. નરેશ પાંચાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને તેમની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સતત વોચ ગોઠવી હતી. પલસાણા તાલુકાના તુંડીગામ નજીક એક્સપ્રેસ-વે નંબર-4 પર શંકાસ્પદ આઈસર ટ્રકને રોકીને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સાયન્ટિફિક અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ટ્રકમાં ભરેલી ચોખાની પાપડીની પ્લાસ્ટિકની કોથળીઓની આડમાં ખૂબ જ ચાલાકીથી સંતાડવામાં આવેલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક મણ વજનનો એક એવા કુલ 125 કોથળા ભરીને કુલ 2,502.775 કિલોગ્રામ પોષડોડા, આઈસર ટ્રક, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂૂ. 4,04,28,825નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં રાજસ્થાનના જોધપુર તાલુકાના પીપાડ ગામના રહેવાસી ટ્રક ચાલક સુનિલ ભવરલાલ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સુમેરરામ દેવારામ બિશ્નોઈ અને રતલામ ખાતે માલ ભરાવનાર અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઈવરને પ્રતિ ટ્રિપ રૂૂ.70 હજાર આપવાની સોપારી આપવામાં આવી હતી.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગઉઙજ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે કેસ પલસાણા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં પોષડોડાનો વેપાર થતો હોવાની વિગતો સામે આવી છે. હવે આ આંતરરાજ્ય નશાના રેકેટ સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે અને તેની પહોંચ ક્યાં સુધી છે તે અંગે પોલીસે તપાસ તેજ કરી છે.