રાજકોટ-ગોંડલ કંટ્રોલરૂમની મુલાકાત લેતા કલેકટર

રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશના નિર્દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે. જિલ્લા ક્લેક્ટર ડો.…

રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશના નિર્દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે.

જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશે મધરાત્રે કલેક્ટર કચેરી ખાતેના ડિઝાસ્ટર કંટ્રોલરૂૂમની ઓચિંતી મુલાકાત લીધી હતી. ફરજ પર ઉપસ્થિત કર્મચારીઓ પાસેથી વિગતો મેળવતા તેમણે તમામ તાલુકામાં થઈ રહેલી ડિઝાસ્ટર સેલની કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ તાલુકામાં કંટ્રોલરૂૂમના નંબર એક્ટિવ છે કે કેમ, સેટેલાઈટ ફોન ચાલુ હાલતમાં છે કે કેમ, વરસાદી વિગતોનું સંકલન વગેરે સહિતની બાબતોની કલેક્ટરએ ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. આ તકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર મિતેશ લાડાણી, નાયબ મામલતદાર એ.ડી. મોરીએ કલેક્ટરને હાલની સ્થિતિથી વાકેફ કર્યા હતા. જિલ્લા ક્લેક્ટરએ આ તકે ડિઝાસ્ટરની ટીમને વધુ અસરકારક કામગીરી કરવા પ્રેરણા આપી હતી.

આ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે ગઇકાલે સાંજે ગોંડલ તાલુકા સેવા સદનની અચાનક મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા કરવામાં આવેલી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે સૌપ્રથમ તાલુકા સેવા સદન ખાતે રેવન્યુ તલાટી કચેરીની મુલાકાત લીધી હતી. દરમિયાન ગોંડલ ગ્રામ્ય તલાટી ગ્રુપના ’એપેન્ડિક્સ-એ’ રજિસ્ટરની ચકાસણી કરી હતી તેમજ ગ્રામ દફતરની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કામગીરીની ગુણવત્તા, દસ્તાવેજોની જાળવણી અને રેકોર્ડ વ્યવસ્થાપન અંગે જરૂૂરી સૂચનો આપ્યા હતા.

કલેક્ટરે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તાલુકા સેવા સદન ખાતે કાર્યરત વિશેષ ડિઝાસ્ટર કંટ્રોલ રૂૂમની મુલાકાત લીધી હતી. અહીં લાયઝન અધિકારીઓ પાસેથી વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ, બચાવ અને રાહત વ્યવસ્થા, સંચાર વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે દરેક અધિકારીને સતર્ક રહી સંકલનપૂર્વક કામગીરી કરવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી.