ગુજરાત

નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી, તાપમાન 10.4 ડિગ્રી

Published

on

ગુજરાતમાં માવઠાનું વાતાવરણ વિખેરાતા હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને ઠંડા શિયાળુ વાયરાના કારણે તાપમાનનો પારો ગગડયો છે. નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી અનુભવાઇ છે અને તાપમાન 10.4 ડિગ્રી સે. નોંધાયુ છે.
જયારે રાજકોટમાં 10.6 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 17.8, પોરબંદરમાં 18.8, કંડલામાં 18, ડિસામાં 15.8, ભુજમાં 15.2, ભાવનગરમાં 20.1, બરોડામાં 19.8, અમરેલીમાં 18.2 તથા અમદાવાદમાં 17.5 ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતાના કહેવા મુજબ હજુ બે-ત્રણ દિવસ સામાન્ય વાદળછાયુ વાતાવરણ રહેશે અને ત્યારબાદ ઠંડીનું પ્રમાણ વધશે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોઇ સ્થળે કમોસમી વરસાદ નહીં નોંધાતા ખેડૂતોએ રાહત અનુભવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version