ગુજરાત

ગુજરાતમાં ઠંડીએ જોર પકડયું નથી પણ દિલ્હી, ઉત્તર ભારતમાં મોજું

Published

on

દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ છે. ગુજરાતમાં ઠંડીએ રજુ જોર પકડયું કનથી પણ સફદરજંગ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 4.9 સેલ્સિયસ નોંધાયું હતું. તે જ સમયે, પ્રદૂષણનું સ્તર અત્યંત ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે.
દિલ્હીથી ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના કારણે સર્વત્ર લોકો ધ્રૂજી ઉઠ્યા છે. શિયાળાની સિઝન શરૂૂ થતાં જ ઉત્તરના ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. ઘણા પહાડી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. દિલ્હી-એનસીઆરમાં ઠંડીની સાથે પ્રદૂષણ પણ એક સમસ્યા બની રહી છે.
માહિતી આપતાં હવામાન વિભાગે જણાવ્યું કે પંજાબના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, મેઘાલય અને ત્રિપુરાના વિવિધ વિસ્તારોમાં હળવું ધુમ્મસ જોવા મળ્યું હતું. જ્યારે દિલ્હી એનસીઆરમાં ઠંડીએ દસ્તક આપી છે. અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર દેખાવા લાગી છે. સવારે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર થોડું ઓછું થયું છે. દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે દિલ્હીમાં આ સિઝનમાં સૌથી ઓછો છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની સરખામણીમાં આજે દિલ્હીમાં ઠંડી વધુ રહી હતી. શુક્રવારે સવારે સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યાં શિમલામાં લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગઈકાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 24.1 ડિગ્રી હતું. તે 24 ડિગ્રી સુધી રહેવાની ધારણા છે. જ્યારે શિમલામાં મહત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબના ગુરદાસપુર, અમૃતસર, તરનતારન, હોશિયારપુર, નવાશહર, કપૂરથલા, જલંધર, ફિરોઝપુર, લુધિયાણા, ફતેહગઢ સાહિબ, રૂૂપનગર, પટિયાલા અને એસએએસ નગર જિલ્લાઓ ધુમ્મસથી પ્રભાવિત થશે. પંજાબમાં ગુરુવારે દિવસના તાપમાનમાં 0.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
લઘુત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સતત ગાઢ ધુમ્મસને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version