મૂળ આંધ્રપ્રદેશના અને હાલ પોરબંદરના કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે રહેતા કોસ્ટગાર્ડ પ્રધાન સહાયક એન્જિનિયર જવાને ઓનલાઇન ગેમિંગમાં રૂૂપિયા હારી જવાને કારણે દેવું થતા આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે.
મૂળ આંધ્રપ્રદેશના અને હાલ પોરબંદરના કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે રહેતા સુરેશ બાબુભાઈ પેડાપલ્લી નામના 42 વર્ષીય કોસ્ટગાર્ડ પ્રધાન સહાયક એન્જિનિયરે પોતાના હેડ ક્વાર્ટર રૂૂમ ખાતે તા. 23 ફેબ્રુઆરીના રોજ રૂૂમના પંખામાં કાપડનો પટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ જવાનનું મોત નિપજ્યું હતું.
આ જવાન ઓનલાઇન ગેમિંગમાં રૂૂપિયા હારી જવાને કારણે દેવું વધી જતા આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું કોસ્ટગાર્ડ પ્રધાન નાવિક નીશાંત વાસુદેવ ભટ્ટાથરીએ પોલીસ ચોપડે જાહેર કર્યું છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આપઘાતના બનાવ અંગે વધુ તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.

