ક્રાઇમ
હળવદના ચૂંપણી ગામે દેશી દારૂની રેડ સમયે હાથ બનાવટની બૂંદક સાથે બે ઝડપાયા
3600 લીટર દેશી દારૂનો આથો અને 100 લીટર દેશી દારૂ ઝડપી પાડતી પોલીસ
હળવદ વિસ્તારમાં દેશી દારૂનુ દિવસેને દિવસે વધી રહ્યુ છે ત્યારે હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થિઓ પર પોલીસ ધોેંસ બોલાવી છે. ત્યારે હળવદ પોલીસે દેશી દારૂૂ બનાવવાનો આથો તેમજ દેશી દારૂૂ ઝડપી પાડ્યો તેમજ દેશી દારૂૂની રેડ સમયે દેશી હાથ બનાવટી બંદૂક સાથે બે ઝડપાયા હતા. હળવદ તાલુકાના ચૂંપણી ગામે પોલીસે પાકી બાતમી ના આધારે રેડ કરતા 3600 લીટર દેશી દારૂૂ નો આથો,100 લીટર દેશી દારૂૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વશરામ ભુરાભાઈ કોળીની તેમજ પત્ની દીપુબેન વશરામભાઈ ની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 1,15,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.