રાજકોટ સહિત 5 જિલ્લાના 81 જળાશયો ઉપર સંકટના વાદળો

34માં દસ ફૂટથી ઓછુ પાણી : કુલ 81 જળાશયોમાં સરેરાશ 22.48 ટકા જ બચ્યો છે જળજથ્થો સૌથી વધુ કપરી હાલત દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર પંથકની,…

34માં દસ ફૂટથી ઓછુ પાણી : કુલ 81 જળાશયોમાં સરેરાશ 22.48 ટકા જ બચ્યો છે જળજથ્થો

સૌથી વધુ કપરી હાલત દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર પંથકની, 12માંથી 7 જળાશયોમાં છે ઝીરો લેવલ : રાજકોટ જિલ્લાના નાના-મોટા 27 જળાશયમાં સરેરાશ 36.18 ટકા જ પાણી

હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસું નબળું રહેવાની સાથોસાથ દુષ્કાળની દહેશત વ્યક્ત કરી છે ત્યારે જૂન માસના પ્રારંભથી શરૂૂ થયેલા રાજકોટ સિંચાઇ વિભાગના ફ્લડ ક્ધટ્રોલ રૂૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા જળાશયોની જળ સ્થિતિના આંકડા ચિંતા ઉપજાવે તેવા છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 81 જળાશયોમાંથી 26માં કાંકરા ઉડી રહ્યા છે. જ્યારે 34માં દસ ફૂટથી પણ ઓછું પાણી છે. સિંચાઇ વર્તુૃળ હેઠળના આ પાંચ જિલ્લાના કુલ 81 જળાશયોમાં સરેરાશ 22.48 ટકા જળ જથ્થો છે. રાજકોટને પાણી પુરૂૂં પાડતાં આજી-1 અને ન્યારી-1માં પણ જૂલાઇ માસ સુધી જ ચાલે તેટલું પાણી છે.

સિંચાઇ વિભાગ દ્વારા જૂન માસના પ્રારંભ સાથે શરૂૂ કરવામાં આવેલા ફ્લડ ક્ધટ્રોલરૂૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાંથી 10માં દસ ફૂટ પણ પાણી નથી જ્યારે પાંચ જળાશયોમાં કાંકરા ઉડી રહ્યા છે. જે જળાશયોના તળિયા દેખાયા છે તેમાં છાપરવડી- 1 અને 2, ઇશ્ર્વરીયા, કરમાળ અને ગોંડલી ડેમનો સમાવેશ થાય છે. જ્યારે સોડવદર, ડોંડી, વાછપરી, વેરી, ન્યારી-2, મોતીસર,ફાડદંગ બેટી, ખોડાપીપર, કર્ણુકી, અને માલગઢ ડેમમાં દસ ફૂટથી ઓછું પાણી છે. આવી જ રીતે મોરબી જિલ્લાના 10 જળાશયોમાંથી બે જળાશય ડેમી-1 અને બ્રાહ્મણી-2માં દસ ફૂટ કરતાં ઓછો જળજથ્થો છે. જ્યારે ઘોડાધ્રોઇ નામના જળાશયમાં બીલકુલ પાણી નથીે. જ્યારે જામનગર જિલ્લાના 21 જળાશયોમાંથી નવમાં દસ ફૂટથી ઓછું પાણી છે. જ્યારે આઠમાં જળજથ્થો ઝીરો લેવલ છે. જે જળાશયોમાં દસ ફૂટ પણ પાણી બચ્યું નથી તેમાં સપડા, ફૂલઝર-2, વીજરખી, ડાઇમીણસાર, આજી-4, રંગમતી, ઉંડ-1, રૂૂપારેલ, ઉમિયાસાગર ડેમનો સમાવેશ થાય છે જ્યારે ફોફળ-2,ઉંડ-3, કંકાવટી, ઉંડ-2, વાડીસંગ, ફૂલઝર (કો.બા.) રૂૂપાવટી, અને સસોઇ-2માં બીલકુલ પાણી નથી.

સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાની છે. દ્વારકા જિલ્લાના કુલ 12 જળાશયોમાંથી 3માં દસ ફૂટથી ઓછું પાણી છે જ્યારે સાત જળાશયોમાં ઝીરો લેવલ છે. આ જિલ્લાના માત્ર બે જ જળાશયોમાં પાણી છે. જે જળાશયોમાં દસ ફૂટથી ઓછું પાણી છે તેમાં ઘી ડેમમાં 8.90, વેરાડી-1માં 2.10 અને મીણસાર (વાનવડ)માં 1.60 ફૂટનો સમાવેશ થાય છે જ્યારે, સાની, વર્તુ-1, ગઢકી, વર્તુ-2, સોનમતી, શેઢા ભાડથરી, સીંધણી, કાબરકાનો સમાવેશ થાય છે. આવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના 11 જળાશયોમાંથી પાંચમા દસ ફૂટથી ઓછું પાણી છે. જેમાં નાયકા, લીંબડી ભોગાવો, ફલકુ,વાસલ, અને ભોગાવો -2 (વડોદ)નો સમાવેશ થાય છે. જ્યારે સાત જળાશયોમાં ઝીરો લેવલ છે આમાં મોરસલ, સબુરી, ત્રિવેણી ઠાંગા, નિંભણી અને ધારીનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં કુલ 36.18 ટકા, મોરબી જિલ્લાના દસ જળાશયોમાં કુલ 31.58 ટકા, જામનગર જિલ્લાના 21 જળાશયોમાં કુલ 18.12 ટકા, દ્વારકા જિલ્લાના 12 જળાશયોમાં કુલ 4.91 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 11 જળાશયોમાં 19.44 ટકા મળીને પાંચેય જિલ્લાના કુલ 81 જળાશયોમાં સરેરાશ 22.48 ટકા પાણી છે.

રાજકોટને પીવાના પાણી માટે ચિંતા કરવા જેવું નથી
રાજકોટ શહેરની જનતાને પીવાના પાણી માટે ચિંતા કરવા જેવુ નથી. શહેરની તરસ છીપાવતા ઘરઆંગણેના આજી અને ન્યારીમાં જૂલાઇ અંત સુધીનું પાણી છે. ચૂંટણી પહેલા જ જરૂૂરિયાત મુજબનું નર્મદા નીર આ બન્ને જળાશયમાં ઠલવવામા આવ્યુ છે. વરસાદ ખેંચાય તો પણ જુલાઇ સુધી બન્ને જળાશયો ચાલે તેમ છે. અને ન કરે નારાયણ હવામાન ખાતાના અંદાજ મુજબ દુષ્કાળ આવે તો પણ નર્મદા મૈયા શહેરી પીવાના પાણીની ચિંતા તાંણી લેશે.