રાજ્યમાં નવી 98 સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી

સ્કૂલને મંજૂરી આપવાની સાથે 386 કર્મચારીના સ્ટાફની પણ મંજૂરી અપાઈ: શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો…

સ્કૂલને મંજૂરી આપવાની સાથે 386 કર્મચારીના સ્ટાફની પણ મંજૂરી અપાઈ: શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી 98 સરકારી સ્કૂલ શરૂૂ થશે. રાજ્ય સરકારે બિન-આદિજાતિ વિસ્તારની 85 સરકારી માધ્યમિક શાળા, 3 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા તથા આદિજાતિ વિસ્તારની 10 સરકારી માધ્યમિક શાળા શરૂૂ કરવાની મંજૂરી આપી છે. જેના પગલે હવે રાજ્યમાં નવી 95 સરકારી માધ્યમિક સ્કૂલ અને 3 ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ શરૂૂ થશે.

સરકારે બિન-આદિજાતિ વિસ્તારની 88 સ્કૂલ માટે 346નો સ્ટાફ અને આદિજાતિ વિસ્તારની 10 સ્કૂલ માટે 40નો સ્ટાફ મળી કુલ 386નો સ્ટાફ પણ મંજૂર કર્યો છે. નવી શાળા માટે ઊભી કરેલી જગ્યાઓ માટે ₹4.43 કરોડની જોગવાઈ પણ કરી છે. મંજૂર થયેલી સ્કૂલ પૈકી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ 3 સરકારી સ્કૂલને મંજૂરી મળી છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે 100 ટકા નામાંકન અને ઝીરો ડ્રોપ આઉટના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના અભિયાનના ભાગરૂૂપે રાજ્યમાં નવી 95 સરકારી માધ્યમિક સ્કૂલ અને 3 ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ શરૂૂ કરવાની વહીવટી મંજૂરી આપી દેવાઈ છે. જેમાં અમદાવાદ ગ્રામ્યને બે નવી સરકારી માધ્યમિક અને એક નવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની ભેટ મળી છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વર્ષ 20રફિળય26-27ની અંદાજપત્રીય જોગવાઈ હેઠળ આ શાળા તેમજ તેના મહેકમના પગાર-ભથ્થાં અને કચેરી ખર્ચ માટે કુલ ₹4.43 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. સરકારના આ અભિગમથી ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે.

જિલ્લાવાર મંજૂર માધ્યમિક શાળાઓ

રાજ્યમાં મંજૂર થયેલી 95 માધ્યમિક સ્કૂલની વિગત જોઈએ તો, અમદાવાદમાં 2, અમરેલીમાં 6, અરવલ્લીમાં 5, આણંદમાં 4, કચ્છમાં 3, ખેડામાં 2, ગીર સોમનાથમાં 5, જામનગરમાં 6, જૂનાગઢમાં 1, દાહોદમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, પંચમહાલમાં 3, પાટણમાં 2, પોરબંદરમાં 2, બનાસકાંઠામાં 10, બોટાદમાં 3, ભરૂૂચમાં 1, ભાવનગરમાં 3, મહેસાણામાં 4, મોરબીમાં 3, વડોદરામાં 2, વાવ-થરાદમાં 10, સાબરકાંઠામાં 2, સુરતમાં 5, સુરેન્દ્રનગરમાં 2, છોટાઉદેપુરમાં 1, ડાંગમાં 1, તાપીમાં 1 અને મહીસાગરમાં 2 સ્કૂલને મંજૂરી મળી છે. જ્યારે 3 ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાંથી અમદાવાદ ગ્રામ્યમાં 1, મહેસાણામાં 1 અને કચ્છમાં 1 સ્કૂલને મંજૂરી મળી છે.