ગુજરાત

ગુજરાતના સમુદ્ર સુધી પહોંચી ગઇ ચીની માછીમારી નૌકાઓ

Published

on

ભારતીય સંરક્ષણ પ્રતિષ્ઠાનને તાજેતરમાં ચિંતાજનક ટ્રેન્ડ્સ ધ્યાનમાં આવ્યા છે, જેમાં એ બાબત જોવા મળી છે કે અરબ સમુદ્રમાં મુંબઈ તથા ગુજરાતના તટ વિસ્તારની નજીક મોટી સંખ્યામાં ચીનની નૌકાઓ જોવા મળી છે.
ઈન્ડિયન નેવલ ડિફેન્સ એડવાઈઝરી ગ્રુપ સાથે સંકળાયેલા સિનિયર નેવલ કમાન્ડરે જણાવ્યું હતું કે મોટાભાગના ચાઈનિઝ જહાજો 200 નૌટીકલ માઈલના અંતરની બહાર થોડા અંતરે છે, જ્યાં ભારતનો વર્તમાન એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (ઊઊણ) પૂરો થાય છે.
અહેવાલ પ્રમાણે તેની શરૂૂઆત ખૂબ ઓછી સંખ્યામાં થઈ હતી, અલબત હવે તેમાં એક સોથી દોઢ સો સુધીના જહાજો છે. જોકે અધિકારીએ આ જહાજો ક્યાંથી આવી રહ્યા છે તે અંગે માહિતી આપી ન હતી. નાના કદના જહાજો ઈંધણ વગર લાંબી યાત્રા કરી શકતા નથી અને ગુજરાતના તટ વિસ્તારથી કરાંચી પણ બહુ દૂરના અંતરે નથી.
ચાઈનિઝ જહાજોની ઉપસ્થિતિ અંગે સંબંધિત એજન્સીઓને ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. આ સાથે ઈન્ટેલના અહેવાલોમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે માછીમારી સાથે સંકળાયેલા ચાઈનિઝ જહાજો પણ ‘મિની સ્પાઈ શિપ્સ’ તરીકે કામ કરે છે, ગુપ્ત સ્થાનો પર બિછાવવામાં આવેલી પાઈપલાઈન તથા ભારતીય પોર્ટ્સ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ અંગેની માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત દરિયાના પાણીમાં રહેલી સબમરીનના લોકેશનથી લઈ તેને લગતી વિગતો માટે પણ આ મિની સ્પાઈ શિપ્સ કામ કરી શકે છે. વેસ્ટર્નલ નેવલ કમાન્ડર પાણીમાં ચીનના જહાજોની ઓચિંતા જ વધી ગયેલા પ્રભાવ અંગે ચાંપતી નજર રાખી રહ્યા છે તથા દક્ષિણ ચીન સમુદ્રની રણનીતિની જેમ ગ્રે ઝોનમાં ચીનના જહાજોની સંખ્યા વધવાના સંકેતોની તપાસ કરવા કેટલાક ફ્રન્ટ લાઈન વોરશીપ્સને કામે લગાડી દીધા છે.
સમુદ્ર બાબતોના નિષ્ણાતોએ એ બાબતની ઓળખ કરી છે કે મોટાભાગના ચાઈનિઝ જહાજો ઞજ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ ક્ધટ્રોલ (ઘઋઅઈ)ની પ્રતિબંધિત યાદી તથા ગ્રીનપીસની વોચલિસ્ટમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version