Site icon Gujarat Mirror

કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : રૂા.200 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે તા.11ના રોજ રાજકોટની મુલાકાત આવી રહ્યા છે તો સવારે 11 વાગ્યે કાલાવડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ઓડિટોરિયમ ખાતે રાજ્યકક્ષાના પંચાયત વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે. 200 કરોડથી પણ વધુના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

પંચાયત વિભાગ સાથે સાથે રૂૂડા તેમજ મહાનગરપાલિકાના વિકાસના કામોની પણ ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકો છે તેમજ બે હજાર વધુ વિવિધ જિલ્લાઓમાંથી રૂૂબરૂૂ પર લાભાર્થીઓ હાજર રહેશે અને મુખ્યમંત્રી દ્વારા પંચાયતી વિભાગ હેઠક ગ્રામ્ય વિસ્તારમાં પ્લોટ તેમજ મકાનો સહિતની સહાયનું વિતરણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ, બાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો હાજર રહેશે.

ગુજરાતની વણથંભી વિકાસ ગાથા જન-જનમાં ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર તા. 07 ઓક્ટોબરથી તા. 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. જેના ભાગરૂૂપે રાજકોટ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહ દરમિયાન રૂૂ. 21.23 કરોડની રકમના કુલ 283 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવનારા છે.

Exit mobile version