ગુજરાત
નવ વર્ષમાં 117 કેસોમાં સજાની ઉપલબ્ધી મેળવનાર જિલ્લા સરકારી વકીલ વોરાને સન્માનિત કરતા મુખ્યમંત્રી
રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ 9 વર્ષની સરકારી વકીલ તરીકેન કારકીર્દીમાં 117 જેટલા કેસોમાં અપરાધીઓને સજા અપાવવાની ઉપલબ્ધી મેળવી રેકોર્ડ સર્જયો છે. ત્યારે ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્સન દિવસે રાજયમાં સૌથી વધુ સજા અપાવવાની ઉપલબ્ધી મેળવનાર રાજકોટ જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરાનુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુનો મોમેન્ટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે સંજયભાઇ કે. વોરાએ તા. 23-12-2015 ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરાએ છેલ્લા બે વર્ષમાં ભ્રષ્ટાચારના ર7 કેસમાં અને 9 વર્ષમાં કુલ 117 કેસોમાં અપરાધીઓને સજા અપાવવાની સીધી હાંસલ કરી રેકોર્ડ સર્જયો છે. ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી અને એન્ટી કશપ્શન બ્યુરોના અધ્યક્ષ શમશેરસિંહજી સહીતના મહાનુભાવો ઉપસ્થીત રહયા હતા જેમા રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે સંજયભાઇ કે. વોરાએ કાર્યકાળ સંભાળ્યાના ટુંકા ગાળામા ડીજીપી ઓફીસની પધ્ધતિઓ અને વ્યવસ્થા તંત્ર મુળભુત રીતે બદલી દરેક એડીશ્નલ પી. પી.ને અલાયદી રીતે અલગ અલગ કોર્ટ સ્વતંત્ર રીતે ફાળવી કેસોના ઝડપી નિકાલ માટેનો માર્ગ તદન સરળ બનાવી પક્ષકારો અને સાક્ષીઓની મુશ્કેલીઓ ન્યુતમ કરી દીધી છે.
પોકસો કાયદા હેઠળ દુષ્કર્મના આરોપીઓ સામેના 27 થી વધુ કેસોમાં 10 વર્ષથી આજીવન કેદની સજાઓ અપાવી છે તેમજ ભ્રષ્ટાચાર અને નશાકારક પદાર્થના તમામ કેસો સ્વતંત્ર પણે એસ. કે. વોરાએ પોતાના હસ્તક રાખી અઢી વર્ષના ટુકા ગાળામાં 30 થી વધારે કેસોનુ સજા સ્વરૂપે નિકાલ કર્યો છે. ગુજરાતના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યાના કેસોમાં સજાઓ અપાવનાર રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુનો મોમેન્ટ અર્પણ કરી સન્માનીત કરાયા હતા. રાજયભરમાં રાજકોટ જિલ્લામાં સજાઓના કેસોનુ 31 ટકાનો સૌથી ઉંચો દર મેળવ્યાની ઉપલબ્ધી હાંસીલ કરવા બદલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને એન્ટી કરપ્શન બ્યુરોના અધ્યક્ષ સહીતના મહાનુભવોએ કામગીરીને બીરદાવી અભિનંદન પાઠવ્યા હતા.