ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ખેડૂત ખરાઈ ચકાસણીના નિર્ણયને આવકારતા ચેતન રામાણી

Published

on


ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી અખબારી યાદીમા જણાવતા કહે છે કે, ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી જ્યારે સમગ્ર દુનીયાના દેશોના અર્થતંત્ર આર્થીક પરિસ્થીતી સંકળાયેલા હોય છે ત્યારે પણ આપણો દેશ ભારત મજબૂતાઇથી ઉભરતો આવે છે જેનુ એક માત્ર કારણ એ છે કે, આપણા દેશનો ખેડૂત ધરતીને મૉં માને છે અને તેના ઉત્પાદનને સોનુ અને એ જગતનો તાત થતી માત્ર ખેતી કરી અર્થતંત્રના તમામ પયૈઓને સંતુલીત રાખે છે માટે કેન્દ્ર સરકારનુ નેતૃત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજય સરકારનુ નેતૃત્વ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર હરહંમેશ ખેડૂત પ્રત્યે સંવેદનશીલ રહી છે ત્યારે “દાદા સરકાર” ના ત્રણ વર્ષ પૂરા થતા પ્રથમ દિવસે જ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર” સહીત 10 મુદાઓની મારી 29/11/2021ની રજૂઆતને દાદા સરકાર તેમજ મહેસૂલ વિભાગે સહર્દય સ્વીકારી વિશાળ ખેડૂતોના હિતાર્થે નિર્ણય કરવા બદલ ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવુ છું.


ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તા. 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે તેમજ ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તાઅધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાની રહેશે તેમજ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં તદઉપરાંત મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય, પરંતુ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જ રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે.
આવી અનેક મુદાઓની રજૂઆતને મુખ્યમંત્રી કક્ષા થી સતાધિશોને પાલન કરવા સૂચનાઓનો મહોર લગાવી ત્વરીત પાલન કરવા જણાવ્યુ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ નો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version