Site icon Gujarat Mirror

તમાકુ નિયંત્રણ ઝુંબેશના અનુસંધાને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ

જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ ધારા અન્વયે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને 18 વર્ષથી નીચેની વયના તેમજ શાળાના 100 મીટર ની ત્રિજ્યા માં તમાકુનું વેચાણ કરનારા 23 વિક્રેતાઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેઓ પાસેથી રૂૂપિયા 4,600 નો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.

જામનગર તમાકું નિયંત્રણ સેલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. નુપુર.એમ.પ્રસાદ અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.જે.આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમારના મોનીટરીંગ માં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનોમાં કોટપા-2003 સંદર્ભે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં કલમ 4 જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ તેમજ કલમ 6 (અ) 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ ના 9 કેસ કરાયા હતા.

ઉપરાંત કલમ 6 (બ) શૈક્ષણિક સંસ્થાઓની 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ 14 મળી કુલ 23 કેસ કરાયા હતા. જેમાં રૂૂપિયા 4600 દંડ વસુલ કરાયો હતો.
આ કામગીરીમાં તાલુકા સુપરવાઇઝર એન આર પરમાર, જિલ્લા સાઈકોલોજિસ્ટ નઝમા બેન હાલા, સોશ્યલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ લાલપુર પોલીસ સ્ટેશનમાંથી પો.કો. વિજયભાઈ કરંગીયા હાજર રહ્યા હતા.

Exit mobile version