Site icon Gujarat Mirror

રણજીતસાગર ડેમ પાસેથી માનવીની ખોપડી-કંકાલ મળતા ભારે ચકચાર

 

જામનગર- સમાણા ધોરીમાર્ગ પર રણજીતસાગર ડેમના કેચમેન્ટ એરિયામાં ખુલ્લા પટમાંથી ગઈકાલે સાંજે એક માનવ ખોપડી તથા શરીરના કંકાલના અન્ય હાડપિંજર નો અમુક હિસ્સો મળી આવતાં દોડધામ થઈ હતી.

જે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોષી એ. ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડ તેમની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચ્યા હતા, અને તપાસ શરૂૂ કરી હતી. જોકે કોઈ અઘટિત ઘટના બની હોય તેવું ધ્યાનમાં આવ્યું ન હતું, પરંતુ કોઈ માનવીના જુના કંકાલ કે જે રણજીતસાગર ડેમના પાણીમાં તણાઈને આવ્યા હશે, તે પૈકીનો એ ખોપડી, એક હાથ તથા અન્ય મણકાના ભાગ સહિતના એક બે માનવ કંકાલ મળી આવ્યા હતા.

જે અંગે પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે, અને કેટલાક વ્યક્તિઓના નિવેદનો પણ નોંધ્યા છે. બહુ જ જૂનું માનવ કંકાલ અને તેના માત્ર અમુક હિસ્સા હોય તેવું અનુમાન કરાયું છે, અને તે દિશા માં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

Exit mobile version