Site icon Gujarat Mirror

રાજસ્થાન ફરવા લઈ જવાના બહાને મિત્રની કાર લઈ જઈ 10 લાખની ઠગાઈ

શહેરના 150 ફૂટ રિંગ રોડ, ઇન્દિરા સર્કલ પાસે રહેતા યુવકની સ્કોર્પિયો રાજસ્થાન ફરવા લઇ જવાના બહાને લઇ જઈ મિત્રએ કાર પરત ન આપી રૂૂ.10 લાખની ઠગાઈ કરતાં તે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

શહેરના ઇન્દિરા સર્કલ પાસે આલિશાન એપાર્ટમેન્ટમાં જલારામ-3માં રહેતા લાખીબેન અરજણભાઈ આગઠ(ઉં.વ.52) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દેવાંગ મહેશભાઈ પીપળિયાનું નામ આપ્યું હતું.મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીની માલિકીની બ્લેક સ્કોર્પિયો કાર તેનો પુત્ર જયમલ આગઠ(ઉં.વ.26) ચલાવતો હતો. ગત તા.2/9ના બપોરે ત્રણેક વાગ્યે તેણી તેના પુત્ર જયમલ સાથે નાના દીકરા કેશવના ઘરે સુરત ગયા હતા.

સ્કોર્પિયો કારની ચાવી રાજકોટ તેમના ઘરે હતી ત્યારે ઘરની સામે રહેતા લેશીશ હેર એન્ડ મેકઅપ સ્ટુડિયો નામના સલૂનના માલિક મયૂર પરમાર જે તેના પુત્રના ઓળખીતા હતા.તેમનો જયમલને કોલ આવ્યો હતો કે, દેવાંગભાઈ મહેશભાઈ પીપળિયા જેમને રાજસ્થાન ફરવા જવું હોય જેથી કાર પુત્રના મિત્ર મયૂર પરમારે દેવાંગને મિત્રતાના દાવે ફરવા લઇ જવા માટે આપી હતી.જેના બીજે જ દિવસે દેવાંગે ફોન ઉપાડવાનું બંધ કરી તેના થોડા જ દિવસો બાદ મોબાઈલ પણ સ્વિચઓફ કરી દીધો હતો. જેથી મહિલાની સ્કોર્પિયો કાર જેની કિંમત રૂૂ.10 લાખ આરોપીએ લઇ જઈ પરત ન આપી છેતરપિંડી કરી હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પી.બી.પટેલ તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version