જસદણના કનેસરા અને કાસકોલિયા ગામે જુગારના દરોડા, 14ની ધરપકડ

ભીમ અગિયારસ પૂર્વે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા 14 શખ્સોની ધરપકડ કરી રૂૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.…

ભીમ અગિયારસ પૂર્વે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા 14 શખ્સોની ધરપકડ કરી રૂૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. અને સ્થાનિક પોલીસે સંયુક્ત દરોડા પાડ્યા હતા.

પ્રથમ દરોડામાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળતા જસદણ કાસકોલીયા ગામની ’ધોળીયો સીમ’ વિસ્તારમાં આવેલી રવિભાઈ લાલજીભાઈ ઝાપડિયાની વાડીની બાજુમાં દરોડો પાડી જુગાર રમતા વિજયભાઈ ભનાભાઈ ઝાપડિયા , રોહિતભાઈ બાબુભાઈ ઝાપડિયા , હરદિપભાઈ આલાભાઈ બાલસરા , મેહુલભાઈ મનજીભાઈ બાવળીયા , ભાવેશભાઈ પ્રવિણભાઈ રાઠોડ , પ્રકાશભાઈ રાયધનભાઈ વાળા , અજયભાઈ રમેશભાઈ ઓતરાદિ , બુધેશભાઈ ભૂપતભાઈ સોલંકી , રમેશભાઈ નકાભાઈ શિયાળની ધરપકડ કરી રૂૂ.63,150 રોકડ સહીત રૂૂ.1.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બીજા દરોડામાં કનેસરા ગામની સીમ માંથી જુગાર રમતા રણછોડભાઇ રાહાભાઇ ઝાલા ,ભાવેશભાઇ રણછોડભાઇ હાંડા, જેન્તીભાઇ માલાભાઇ કોટડીયા ,ચતુરભાઇ છગનભાઇ કુકડીયા ,રામજીભાઇ માધાભાઇ માલકીયાને ઝડપી લઇ રોકડ રૂૂ. 24,250 સહીત રૂૂ.1,34,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ અને એલસીબીની ટીમે કામગીરી કરી હતી.