વડોદરા રિફાઇનરીના કેન્ટ્રાકટરો પાસેથી 1.53 કરોડ ઘરભેગા કરનાર અધિકારી સામે સીબીઆઇએ ગુનો દાખલ કર્યો

પત્નીના ખાતામાં લાંચ લીધી, વગર બિલે કોન્ટ્રાકટરોને પૈસાની લ્હાણી કરી પોતાની પાસે ભેગા કર્યા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ)ના વરિષ્ઠ ફાઈનાન્સ અધિકારી સેજલ કોલ્હટકર વિરુદ્ધ…

પત્નીના ખાતામાં લાંચ લીધી, વગર બિલે કોન્ટ્રાકટરોને પૈસાની લ્હાણી કરી પોતાની પાસે ભેગા કર્યા

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ)ના વરિષ્ઠ ફાઈનાન્સ અધિકારી સેજલ કોલ્હટકર વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ કરપ્શનનો કેસ નોંધ્યો છે. આઈઓસીએલના ગુજરાત રિફાઈનરી, વડોદરામાં તેમની પોસ્ટિંગ દરમિયાન આશરે 1.53 કરોડ રૂૂપિયાના ફંડને કથિત રીતે વેન્ડર્સને ડાયવર્ટ કરીને ગબરામ કરવાનો આરોપ છે.

સીબીઆઈની એન્ટી-કરપ્શન બ્રાન્ચ, ગાંધીનગર દ્વારા નોંધાયેલા એફઆઈઆર અનુસાર, કોલ્હટકરે (જે વર્તમાનમાં અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ઓફિસમાં પોસ્ટેડ છે) માર્ચ 2024થી જૂન 2025 વચ્ચે ટેલકોમ ઈલેક્ટ્રોનિક્સ, ભારતીયા ક્ધસ્ટ્રક્શન, આલ્ફા ઈલેક્ટ્રિકલ્સ અને પી.એસ. ઈન્જીનિયરિંગ જેવા ચાર વેન્ડર્સને ફંડ ટ્રાન્સફર કર્યા હતા. આ પેમેન્ટ્સ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ વગર વાઉચર્સ બનાવીને મંજૂર કરવામાં આવ્યા હતા.
આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (વિજિલન્સ) રાજીવ કેકરની ફરિયાદ પર આ કાર્યવાહી થઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ જુનિયર કર્મચારીઓના જઅઙ લોગિન ક્રેડેન્શિયલ્સનો દુરુપયોગ કરીને એન્ટ્રીઝ કરી અને પોતે જ ચેકર તેમજ અંતિમ અપ્રુવર બનીને ટ્રાન્ઝેક્શન મંજૂર કર્યા હતા. વિજિલન્સ તપાસ દરમિયાન તેમણે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ વગર એન્ટ્રીઝ કરવાની સ્વીકારોક્તિ આપી હતી.

તપાસમાં વેન્ડર્સ તરફથી પાછા રૂપીયા આપવાના પુરાવા પણ મળ્યા છે. ટેલકોમ ઈલેક્ટ્રોનિક્સે કોલ્હટકરના એસબીઆઈ ખાતામાં 30.5 લાખ રૂૂપિયા ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કર્યા હતા. તેમની પત્ની અંજલિ કોલ્હટકરના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં ભારતીયા ક્ધસ્ટ્રક્શને 3.5 લાખ રૂૂપિયા જમા કરાવ્યા હતા. આ ઉપરાંત આઈઓસીએલ તરફથી મળેલી 74 લાખ રૂૂપિયાની હાઉસ બિલ્ડિંગ અડવાન્સ લોનને હાઉસિંગ માટેના બદલે વ્યક્તિગત રોકાણમાં વાપરવાનો પણ આરોપ છે.

આ કેસમાં ક્રિમિનલ કોન્સ્પિરસી, એકાઉન્ટ્સની ફેલ્સિફિકેશન, પબ્લિક સર્વન્ટ દ્વારા ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળના આરોપો નોંધવામાં આવ્યા છે. સીબીઆઈ હવે સંપૂર્ણ મની ટ્રેઈલની તપાસ કરશે અને અન્ય અધિકારીઓ તેમજ વ્યક્તિઓની સંડોવણી તપાસશે.